Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

ભકિતનગર સ્ટેશન પ્લોટમાં વહેતા ગટરના ગંધાતા પાણી

રાજકોટ : ભકિતનગર સ્ટેશન પ્લોટ, ગોડાઉન રોડ પર ભવાની ઇલેકટ્રીકવાળી શેરીમાં ભુગર્ભ ગટરની કુંડી છલકાતા ગંદા પાણીની રેલમછેલ બોલી રહી છે.  દર બેચાર મહીને આ સમસ્યા સર્જાય છે. મહાપાલિકા તંત્રને અનેક વખત રજુઆતો છતા કાયમી ઉકેલ લવાતો ન હોવાનો આક્રોશ આસપાસના લોકોમાં ઉઠેલ છે. કુંડીનું નવેસરથી ત્વરીત સમારકામ કરી સમસ્યાનો ઉકેલ લાવવા લોકલાગણી વ્યકત થઇ છે.

(4:16 pm IST)