Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

'ત્રિકોણ બાગ કા રાજા' : ઓનલાઇન મહોત્સવનો આરંભ

રાજકોટ : સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ સાર્વજનિક ગણેશ મહોત્સવની પહેલ કરનાર સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિ આયોજીત ઓનલાઇન ગણેશ મહોત્સવનો આજથી આરંભ થયો છે. પંડીતોએ મંત્રોચ્ચાર કરી સ્થાપના કરી હતી. આજે રાત્રે ૧૦૮ દીવડાની મહાઆરતી અને કાલે રવિવારે ૭ થી ૧૧ ગણેશ વંદના ભકિત સંગીત રાખેલ છે. લોકો મોબાઇલ અને ટી.વી. સ્ક્રીન પર દર્શન કરી શકશે. તેમ જીમ્મીભાઇ અડવાણી અને કરણ મકવાણાની યાદીમાં જણાવાયુ છે.

(4:17 pm IST)