Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

રૂખડિયાપરામાં મકાન પર ઝાડ પડવાની ઘટનામાં તંત્રીની બેદરકારી : ગાયત્રીબાનો આક્ષેપ

ઇમરજન્સીમાં પણ રેલનગર ફાયર સ્ટેશનનો ફોન નો -રિપ્લાય : સેન્ટ્રલ ફાયર સ્ટશને જાણ કરી છતાં ઝાડ હજુ લટકે છેઃ દુઘર્ટનાનીં ભીતી : તંત્રની બેદરકારી અંગે પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખે આક્રોશ વ્યકત કર્યો

રાજકોટ,તા. ૨૨: શહેરના વોર્ડ નં. ૩માં આવેલ રૂખડિયાપરામાં પીપળાનું તોતીંગ ઝાડ મકાન પર પડતાં તેમાં રહેતાં ત્રણ વ્યકિતઓને સામાન્ય ઇજાઓ થઇ હતી. જો કે આ વિસ્તારનાં કોર્પોરેટર અને પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા, અશોકસિંહ વાઘેલાને આ બનાવની જાણ થતા જ તેઓએ સ્થળ પર હજુ લટકતી હાલતમાં ઝાડ હોવાની અને મોટી દુર્ઘટનાની ભીતી દર્શાવી છે.

આ બનાવની વિગતો મુજબ રૂખડીયા પરા મા પિપળા નુ તોતીગ ઝાડ મકાન ઉપર પડતા ઘરના ત્રણ(૩)સભ્યોને નજીવી ઈજા થઇ હતી. ફાયર બ્રિગેડને જાણ કરતા બચાવ કામગીરી કરાઈ પણ હજુ મકાન ના છાપરે લટકતુ તોતીગં ઝાડનુ થડ દુર કરવામાં ફાયર બ્રિગેડ - ગાર્ડન વિભાગ વચ્ચે સંકલનના અભાવે જવાબદારીની ફેંકા- ફેંકી મ.ન.પા.ની અધુરી કામગીરીના કારણે હજુ પણ મકાન ના છાપર નિચે રહેવા મજબુર ગરીબ પરિવાર ઊપર જાન હાનીનો ખતરો છે.

વિસ્તાર ના જાગૃત કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા દ્વારા સવારે ૧૦=૦૦ વાગ્યે ફાયર ઓફિસરનો સંપર્ક કરતા ફોન નો રિપલાય થાયો સેન્ટ્રલ કંન્ટ્રોલ નો નં.૨૨૩૯૭૭૭ મા ફોન કરતા ફોન નંબર ચકાસો તેમ જણવેલ રેલનગર ફાયર સ્ટેશન નો નં ૨૪૫૧૧૦૧ નો રિપલાય અંતમા જયારે સ્ટેશન ઓફિસર સેન્ટ્રલ ઝોનનો ફોન ઉપડતા તેઓએ  જણાવેલ કે બાકીની કામગીરી ગાર્ડન વિભાગે કરવાની છે પરતું આ ગાર્ડન વિભાગ સાથે સંકલનની જવાબદારી કોની તેનો કોઈ જવાબ તેમની પાસે નથી. ત્યારે પ્રશ્ન એ છે કે, આવી ઈમરજન્સી કામગીરીનુ પણ મ.ન.પા.તંત્ર વચ્ચે સંકલન નથી અને જવાબદાર અધિકારીઓ અને કંટ્રોલના ફોન પણ ઉપડતા નથી અને ભાજપના શાસકો વાતો સ્માર્ટ સિટીની કરે છે. તેવા આક્ષેપો ગાયત્રીબાએ આ તકે કર્યા છે.

(3:58 pm IST)