Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

સંસ્કૃત શ્લોકગાન, ગુજરાતી વકતૃત્વ સ્પર્ધા

 

રાજકોટઃ સિસ્ટર નિવેદિતા સ્કૂલ ઓન વ્હીલ્સ સંલગ્ન ૯૩ ગ્રામીણ શાળાઓના  વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મક શકિતને ઉજાગર કરી પ્રોત્સાહિત કરવા માટે સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશનના ઉપક્રમે યુ.એસ.એ. સ્થિત સંસ્થાના સ્વજન શ્રીમતી અરૂણાબહેન પટેલ તથા સ્વ.શ્રી હરિતભાઈ પટેલના આર્થિક સહયોગથી સંસ્કૃત શ્લોકગાન સ્પર્ધા, ગુજરાતી વકતૃત્વ સ્પર્ધા તેમજ પારિતોષિક વિતરણ કાર્યક્રમનું આયોજન  પ્રો.જયોત્સનાબહેન જોશી ઓડિટોરિયમ ઈન્સ્ટિટયુટ ઓફ કવોલિટી એજયુકેશન ખાતે યોજવામાં આવેલ.

પારિતોષિક વિતરણ સમારંભમાં ઈન્સ્ટિટયુટ ઓફ કવોલિટી એજયુકેશનના નિયામકશ્રી રશ્મિકાંતભાઈ ત્રિવેદીએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે સંસ્કૃતિને જીવતી રાખવા માટે સંસ્કૃત ભાષાને જીવાડવી જરૂરી છે. આપણી દોડ વૈશ્વિકભાષા તરફ છે.

સંસ્કૃત શ્લોકગાન સ્પર્ધા તેમજ વકતૃત્વ સ્પર્ધા પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગના બે અલગ- અલગ જૂથમાં યોજવામાં આવેલી. સંસ્કૃત શ્લોકગાન સ્પર્ધામાં  માધ્યમિક વિભાગમાંથી ૬  જયારે પ્રાથમિક વિભાગમાંથી ૧૦ સ્પર્ધકોએ ભાગ લીધેલ. દરેક વિભાગમાંથી પ્રથમ પાંચ ક્રમાંક પ્રાપ્ત કરનાર સ્પર્ધાકોને વિજેતા જાહેર કરવામાં આવેલ. સ્પર્ધાના નિર્ણાયક તરીકે શ્રી મહેશભાઈ જાની, શ્રી ભાવનાબહેન પરમાર, શ્રી રેખાબહેન ઓઝા અને શ્રી પૂજાબહેન સંચાણિયાએ સેવા આપેલ

(3:06 pm IST)