Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

રાજકોટીયન્‍સ થઇ જાવ તૈયાર... ૧૬ ઓકટોબરે

બીગ-બી ની ફિલ્‍મોના આહલાદક ગીતોનો રંગ સુદેશ ભોંસલે ને સંગ

રાજકોટ તા. ૨૨ : અઢળક ચાહકોના મતે સુદેશ ભોંસલે તેના અદભૂત અવાજ માટે જાણીતા છે. વર્ષોથી, તેઓ માત્ર અમિતાભ બચ્‍ચનની ફિલ્‍મોના જ ગીતો ગાવા માટે જાણીતા હતા. સુદેશ ભોંસલેને વર્ષોથી તેમને અમિતાભ બચ્‍ચનનો અવાજ બનવાની સૌથી વધુ ઓફર્સ મળી છે. લક્ષ્મીકાંત-પ્‍યારેલાલ ની નજર તેમના પર પડી હતી જેમણે સુદેશજીને ઘણા ગીતો ગાવા આપ્‍યા હતા. સંગીત પ્રેમી રાજકોટીઓ માટે સુદેશ ભોંસલે તેના સુરીલા કંઠે અમિતાભ બચ્‍ચન માટે ગવાયેલા ગીતોનો ગુલદસ્‍તો લઇને આવી રહ્યા છે. તો રાજકોટીયન્‍સ થઇ જાવ તૈયાર ફરી એકવાર બોલીવુડ ઇવેન્‍ટ નાઇટનો જલ્‍સો માણવા. બીગ-બીની ફિલ્‍મોના આહલાદક ગીતોનો રંગ સુદેશ ભોંસલે ને સંગ..
સુદેશ ભોંસલે બોલિવૂડમાં જાણીતા પ્‍લેબેક સિંગર અને પ્રોફેશનલ ડબિંગ આર્ટિસ્‍ટ છે. સુદેશ ભોંસલેએ હિન્‍દી ફિલ્‍મ ઉદ્યોગના કેટલાક જાણીતા સંગીતકારો જેવા કે લક્ષ્મીકાંત - પ્‍યારેલાલ, કલ્‍યાણજી-આણંદજી, આર.ડી.બર્મન, બપ્‍પી લહેરી વગેરે ઘણા બધા સાથે પરફોર્મ કર્યું છે. સિંગિંગ ઉપરાંત સુદેશજીએ સંજીવ કુમાર અને અનિલ કપૂર જેવા કલાકારો માટે ડબિંગ પણ કર્યું છે. તેમણે શાહરૂખ ખાનની ફિલ્‍મ ડર (૧૯૯૩), કભી ખુશી કભી ગમ (૨૦૦૧), કંપની (૨૦૦૨) અને ઘટોથકચ (૨૦૦૮) જેવી અનેક ફિલ્‍મો માટે પ્‍લેબેક સિંગિંગ કર્યું છે. તેમણે ૨૦૦૭-૦૮ની વચ્‍ચે કે-ફોર કિશોર શોનું નિર્માણ અને જજ પણ કર્યું હતું.
સુદેશ ભોંસલેની સંગીતમય સફરનો અમુલ્‍ય શો ‘જર્ની ઓફ અમિતાભ બચ્‍ચન વીથ સુદેશ ભોંસલે' લઇને આવી રહ્યા છે બોલીવુડ ઇવેન્‍ટ્‍સ ‘તાલ તરંગ' ગ્રૂપના ભારતીબેન નાયક. મહાનાયકના મહાગાયન રજુ કરનાર સુદેશ ભોંસલેને તેમના ગીતો માટે ૨૦૦૮માં કોલકાતામાં એક સમારોહમાં સંગીતમાં તેમના યોગદાન બદલ મધર ટેરેસા મિલેનિયમ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્‍યો હતો. તો આવા વર્સેટાઇલ ગાયક સુદેશ ભોંસલે ના કંઠે બીગ બી ને માણવા રાજકોટવાસીઓ તૈયાર છો ને? આ અને આવા અવિસ્‍મરણીય કાર્યક્રમોની વણજારમાં કપલ અને ગ્રૂપ સાથે સભ્‍ય બનવા ભારતીબેન નાયકનો (મો. ૯૮૯૨૬ ૨૫૭૬૮) તુરતજ સંપર્ક કરી શકો છો.

 

(3:15 pm IST)