Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

હાટકેશ પાટોત્‍સવ સમિતિ દ્વારા નવરાત્રી સ્‍થાપન

રાજકોટ,તા. ૨૨ : હાટકેશ પાટોત્‍સવ સમિતિની યાદી મુજબ નવરાત્રી સ્‍થાપન તા. ૨૬થી તા. ૪ ઓકટોબર સુધી, હોલી સેન્‍ટર, એરપોર્ટ ફાટક પાસે કરવામાં આવશે. તા. ૨૬ના સોમવારે સવારે ૮ વાગ્‍યે વંદનાબેન વિરંચીભાઇ બુચ, શકિત ફલેટ, જૈન દેરાસરની બાજુમાં, એરપોર્ટ રેલ્‍વે ફાટક પાસે શોભાયાત્રાનું આયોજન કરેલ છે. જ્ઞાતિજનોને ઉપસ્‍થિત રહેવા વિનંતી કરાઇ છે.

(3:18 pm IST)