Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

હોસ્‍પીટલ ચોકમાં પાણીની લાઇનમાં ભંગાણ : રેલમછેલ

વોર્ડ નં. ૨-૩ના જંકશન, સદર સહિતના વિસ્‍તારોમાં પાણીના ધાંધીયા : તંત્ર દ્વારા યુધ્‍ધના ધોરણે કાર્યવાહી

રાજકોટ,તા.૨૨ : ગઇકાલે હજી ૧૫૦ ફુટ રીંગ ખાતે રૈયા ટેલીફોન એક્‍સચેંજ પાસેના પાણીની મેઇન લાઇનો વાલ બગડી જતા ન્‍યુ રાજકોટના અનેક વિસ્‍તારોમાં પાણી વિતરણ મોડુ થયું હતું. ત્‍યારે  આજે સીવીલ હોસ્‍પિટલ ચોકમાં નવા બનતા બ્રીજ પાસે પાણીની ૫૦૦ એમઅમેની મેઇન લાઇન તુટી જતા પાણીની રેલમછેલ સર્જાઇ હતી.શહેરના હોસ્‍પિટલ ચોકના બ્રીજ પાસે  ૫૦૦ એમએમની ડીઆઇ પાઇપ લાઇન ઉપર બ્રીજની કામગીરી દરમિયાન બુલડોઝર ફરી વળતા ભંગાણ સજાર્યુ હતું. ઓ ચોકમાં વીના વરસાદે પાણીના ખાબોચીયા-રેલમછેલમ સર્જાયેલ હતી. ભંગાણના લીધે જુના રાજકોટના જંકશન પ્‍લોટ, ગાયકવાડી સહિતના વિસ્‍તારમાં પાણી વિતરણ ખોરવાયુ હતું.મનપા તંત્ર દ્વારા ભંગાણની જાણ થતા યુધ્‍ધના ધોરણે કાર્યવાહી કરવામાં આવી હતી અને પાણી વિતરણ પૂર્વવત કરવામાં આવ્‍યું હતું. (તસ્‍વીર : અશોક બગથરીયા)

(3:32 pm IST)