Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

મતદાર યાદી સુધારણામાં હાલાકી દુર કરો : આમ આદમી પાર્ટીની રજુઆત

રાજકોટ : મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં લોકોને પડતી હાલાકી અંગે આમ આદમી પાર્ટી દ્વારા સંબંધિત તંત્રવાહકોને રજુઆત કરી લોકોને પડતી મુશ્કેલી દુર કરવા માંગણી ઉઠાવાઇ હતી. ખાસ કરીને નવુ નામ દાખલ કરાવવા કે ક્ષતિ સુધારવા કોઇ સ્થળ ઉપર પહોંચે તો મોટેભાગે સર્વર ડાઉન હોવાના ઉડાઉ જવાબો આપી દેવાય છે. ખાનગી કંપનીને આ કામનો કોન્ટ્રાકટ અપાયો હોય કર્મચારીઓ બેદરકારી ભર્યુ વલણ અપનાવે છે. જનતાની સુખાકારી માટે આ કામગીરીમાં સુધારો લાવવા અને લોકોને ઉપયોગી બનવા આદેશો કરવા આમ આદમી પાર્ટી વોર્ડ નં. ૧૦ ના પ્રભારી મનોજભાઇ અઘેરા, વોર્ડ નં. ૧૧ ના પ્રમુખ પિયુષભાઇ ભંડેરી, મહામંત્રી રાજેશભાઇ ચુડાસમા, યુવા પ્રમુખ બ્રિજેશભાઇ ફળદુ, વોર્ડ નં. ૧૨ ના પ્રભારી પરેશભાઇ ભંડેરી, વોર્ડ નં. ૧૮ ના પ્રમુખ રાજેશભાઇ ડાંગરીયા, સંગઠન મહામંત્રી હિતેશભાઇ પ્રજાપતિ, મહામંત્રી દિનેશભાઇ ખાટરીયા સહીતના સાથે જોડાયા હતા. તેમ શહેર અધ્યક્ષ શિવલાલ પટેલની યાદીમાં જણાવાયુ છે. 

(3:40 pm IST)