Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થયા બાદ હવે

૬ હજાર ખાનગી શાળાઓનું ફીનું માળખુ જાહેર થશે

ફી નિર્ધારણ કમીટી સમક્ષ ફી વધારાની દરખાસ્તની સુનાવણી પૂર્ણ : ૫ થી ૧૨% સુધીની ફી વધારાની શકયતા

રાજકોટ, તા. ૨૨ : ખાનગી શાળામાં ફીનું નિયંત્રણ રહે તે માટે ગુજરાત સરકારે ફી નિર્ધારણની જોગવાઈ અમલી બનાવી છે. ગુજરાતમાં ૪ ઝોનમાં ખાનગી શાળાઓની ફી નિયત કરવામાં આવે છે.

કોરોના મહામારી બાદ ધીરે ધીરે સ્કુલો ઓનલાઈનમાંથી ઓફલાઈન થઈ રહી છે. ગઈકાલે શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ હવે ધો.૧ થી ૫ના વર્ગો પણ પ્રત્યક્ષ શિક્ષણમાં કરાવવા જાહેરાત કરી છે. આજથી સમગ્ર ગુજરાત રાજયમાં ધો.૧ થી ૧૨માં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થયુ છે. છેલ્લા ૫ માસથી અધ્ધરતાલ રહેલ ફીનું માળખુ સ્કુલો શરૂ થતા હવે ટૂંક સમયમાં જાહેર થશે.

સૌરાષ્ટ્ર ઝોનમાં રાજકોટ -  ભાવનગર- જામનગર - દ્વારકા - ગીર સોમનાથ - અમરેલી સહિત ૧૦ જીલ્લામાં આવેલી ૬ હજારથી વધુ સ્વનિર્ભર શાળાઓની ફી વધારાની દરખાસ્ત ઉપર સુનાવણીનું કામ પૂર્ણ થઈ રહ્યુ છે.

જાણવા મળતી વિગતો મુજબ મોટાભાગની સ્કુલોએ તેની ફીમાં ૧૫ થી ૨૦% કે તેથી પણ વધારો માગ્યો છે. પરંતુ ફી નિર્ધારણ સમિતિએ શાળાની સુવિધા સહિતની બાબતો ધ્યાનમાં લઈ ૫ થી ૧૨% સુધીનો ફીનો વધારો મંજૂરી આપી હોવાની ચર્ચા ચાલે છે.

ફી પ્રશ્ને વાલી અને શાળા સંચાલકો વચ્ચે ચાલતા વિવાદ ફી નિર્ધારણ સમિતિના ફી માળખા જાહેર થતાની સાથે જ ફી નો વિવાદ પર બ્રેક લાગશે.

(3:46 pm IST)