Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

કોરોના વાયરસ અંગે લગ્નમાં નિયમોનું પાલન થાય છે કે કેમ? પોલીસે ૬૨ લગ્ન સ્‍થળોએ ચેકીંગ કર્યુ

રાજકોટઃ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધે નહિ તે માટે સરકારની માર્ગદર્શિકાનું પાલન કરાવવા પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. લગ્ન પ્રસંગોમાં ૧૫૦ લોકોને જ હાજર રહેવાની મંજુરી અપાઇ હોઇ તેમજ લગ્ન પ્રસંગ માટે ઓનલાઇન રજીસ્‍ટ્રેશન કરાવવું ફરજીયાત હોઇ આ નિયમોનું પાલન થાય છે કે કેમ? તે જોવા શહેર પોલીસે ૬૨ લગ્ન સ્‍થળોએ ઓચીંતા પહોંચી તપાસ કરી હતી. પોલીસની ટીમો ખાનગી ડ્રેસમાં અલગ અલગ સ્‍થળોએ પહોંચી હતી. જેમાં બી-ડિવીઝન વિસ્‍તારમાં ૧૨ સ્‍થળો, માલવીયામાં ૦૪, પ્ર.નગરમાં ૧૪, તાલુકાં ૧૫, થોરાળામાં-૧, ગાંધીગ્રામ વિસ્‍તારમાં ૧૨ અને યુનિવર્સિટી વિસ્‍તારમાં યોજાયેલા ૧૨ લગ્નસ્‍થળોનું ચેકીંગ કરવામાં આવ્‍યું હતું. લોકોને નિયમોનું પાલન કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે અનુરોધ કર્યો છે. નિયમ ભંગ થયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

 

(3:32 pm IST)