Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

મોરબી રોડ ઓમ શાંતિ પાર્કમાં વીડિયો ગ્રાફર અશ્વિન સોલંકીના ઘરમાં ૫.૨૧ લાખની ચોરી: ઉપર અને નીચેના માળેથી હાથફેરો: બી ડિવિઝન પોલીસે તપાસ આદરી

dir="auto"> 
રાજકોટઃ મોરબી રોડ સેટેલાઇટ ચોક ઓમ શાંતી પાર્ક શેરી નં.૦૪માં રહેતા અને વીડિયો શુટિંગનું કામ કરતા અશ્વિન ચમનભાઇ સોલંકી (દેવીપૂજક) (ઉ.વ. ૩૭)ના મકાનના તાળા તોડી તસ્કરો રૂ. ૫,૨૧,૦૦૦ની માલમત્તા ચોરી જતા બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
 
આ ચોરીનો બનાવ તા.-૧૯/૦૧ના સાંજના ૬ થી  તા.૨૦/૦૧ના સાંજના પોણા ચાર સુધીમાં બન્યો હતો. આ અંગે શનિવારે રાત્રે ગુનો દાખલ થયો છે. 
 ફરીયાદીના મકાનમાંથી અજાણ્યો ચોર મકાનના દરવાજાનુ તાળુ તોડી નીચેના માળેથી (૧) રૂપીયા ૨,૮૦,૦૦૦/- રોકડા તેમજ (૨) બે જોડી ચાંદીની લક્કી કી.રૂ આશરે ૨૦૦૦/- જેટલી થાય છે તે તેમજ (3) એક જોડી સોનાની બુટી કી.રૂ આશરે ૧૫,૦૦૦/- જેટલી થાય તે તેમજ (૪) એક જોડી ચાંદીના સાકળા કી.રૂ આશરે 3000ના તથા ઉપરના માળેથી ક્બાટના દરવાજાના લોક તોડી જેમાથી (૧) રૂપીયા ૨,૨૦,૦૦૦ રોકડા તેમજ (૨) એક સોનાનું ગળામા પહેરવાનુ ઓમ જેની કી આશરે રૂ ૧,૦૦૦/જેટલી થાય જેટલી થાય છે એમ રોકડ રૂપીયા ૫,૦૦,૦૦૦/- તથા સોના-ચાંદીના ના દાગીના કિ.રૂ. ૨૧,૦૦૦/- એમ રોકડ તથા દાગીના મળી કુલ કિ.રૂ. ૫,૨૧,૦૦૦ મત્તા ચોરી ગયાનું ફરિયાદમાં જણાવાયું છે. પીઆઇ એમ.બી. ઔસુરાની રાહબરીમાં પો.સબ.ઇન્સ.બી.બી.કોડીયાતર અને સ્ટાફે તપાસ હાથ ધરી છે.
(11:09 am IST)