Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

દસેક દીવસ પહેલા કૃષ્ણનગરમાં કનકાઇ વિધામંદીર સ્કુલ ખાતેથી મારૂતિ વેન ચોરીનો ભેદ ખૂલ્યો: રવિરાજ વરૂને માલવીયા નગર પોલીસે પકડ્યો

રાજકોટઃ કૃષ્ણનગરમાં સ્કુલ પાસેથી ચોરાઈ ગયેલી મારૂતિ વેનનો ભેદ માલવીયા નગર પોલીસે ઉકેલી રવીરાજ ગભરૂભાઇ વરૂ (ઉ.વ. રર ઘંઘો ડ્રાઇવીંગ રહે. વસુંધરા એપાર્ટમેન્ટ ફલેટ નં.૨૦૧ વાવડી ગામ)ને પકડી લઈ મારૂતી કંપનીની ઓમની (વાન) કાર રૂ. ૫૦,૦૦૦ની કબ્જે કરી છે.

પોલીસ કમીશ્નર મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમીશ્નર ખુરશીદ અહેમદ તથા ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી જે.એસ.ગેડમની સૂચના મુજબ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પો.સબ.ઇન્સ. વી.કે.ઝાલા તથા પો.કોન્સ. રોહીતભાઇ કછોટની બાતમી આધારે આ ગુનો ડિટેકટ થયો હતો. પકડાયેલો શખ્સ અગાઉ ઉના, લોધિકામાં દારૂના ગુનામાં પકડાયો હતો.

આ કામગીરી પો.ઈન્સ. કે.એન.ભુકણ તથા પો.સબ ઇન્સ. વી.કે.ઝાલા તથા પો.હેડ કોન્સ. મસરીભાઈ ભેટારીયા તથા દિગ્પાલસિંહ જાડેજા તથા ધર્મરાજસિંહ જાડેજા તથા જયેશભાઇ કાનાભાઇ તથા પો.કોન્સ. કુલદીપસિંહ જાડેજા તથા હરપાલસિંહ જાડેજા તથા રોહીતભાઇ કછોટ તથા અંકીતભાઇ નિમાવત તથા હિતેષભાઈ અગ્રાવત તથા પ્રશાંતસિંહ ગોહીલએ કરી હતી.

(11:46 am IST)