Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

એલસીબી ઝોન-૨નો નવી કોર્ટ પાછળ અરિહંતનગરમાં દરોડોઃ જયદિપસિંહ ૮૭ હજારના દારૂ સાથે પકડાયો

જેનું નામ ખુલ્‍યું તે એસઆરપી કેમ્‍પ પાછળ રહેતાં યુવરાજસિંહના ઘરમાંથી યુનિવર્સિટી પોલીસે ૮૭ હજારનો દારૂ પકડયો

રાજકોટઃ વિદેશી દારૂના દરોડામાં એલસીબી ઝોન-૨ ટીમે જામનગર રોડ પર  સરકારી ગોડાઉન પાછળ અરિહંતનગર બ્‍લોક નં. એફ-૧૨ નવી કોર્ટની પાછળ રહેતાં જયદિપસિંહ રણજીતસિંહ ઝાલા (ઉ.૪૩)ને તેના ઘરમાંથી રૂા. ૮૭૭૦૦ના ૧૮૫ બોટલ દારૂ સાથે પકડી લીધો હતો. આ દારૂમાં ઘંટેશ્વર એસઆરપી કેમ્‍પ પાસે આસ્‍થા સોસાયટીમાં રહેતાં યુવરાજસિંહ રાજેન્‍દ્રસિંહ ઝાલાનું પણ નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

ડીસીપી સુધીરકુમાર દેસાઇની રાહબરીમાં પીએસઆઇ આર. એચ. ઝાલા, હેડકોન્‍સ. વિરેન્‍દ્રસિંહ ઝાલા, મોલિકભાઇ સાવલીયા, હરપાલસિંહ જાડેજા, રાહુલભાઇ ગોહેલ, કોન્‍સ. જેન્‍તીગીરી ગોસ્‍વામી, અમીનભાઇ ભલુર, મનિષભાઇ સોઢીયા, જયપાલસિંહ સરવૈયા, ધર્મરાજસિંહ ઝાલા સહિતે આ દરોડો પાડયો હતો.

બીજી તરફ યુનિવર્સિટી પોલીસે જેનું નામ ખુલ્‍યું તે યુવરાજસિંહ ઝાલાના  નવા ૧૫૦ રીંગ રોડ પર વર્ધમાન વિલા મકાન નં. ૪૯, એસઆરપી કેમ્‍પ પાછળના મકાનમાં દરોડો પાડી વધુ ૮૭૫૦૦નો દારૂ પકડી લીધો હતો. યુવરાજસિંહ હાથમાં આવ્‍યો નહોતો. પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ બી. વી. ઝાલા, હેડકોન્‍સ. મહિપાલસિંહ, યુવરાજસિંહ, કોન્‍સ. બલભદ્રસિંહ, વનરાજભાઇ, મૈસુરભાઇ, દિવ્‍યરાજસિંહ, યોગરાજસિંહ સહિતે આ દરોડો પાડયો હતો.

(11:00 am IST)