Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

આ સપ્તાહમાં પણ ઠંડીમાં રાહત નહિં મળે : પારો સિંગલ ડીજીટમાં જ ઘૂમશે

થરથર કાંપતુ રાજકોટ ૯.૭ ડિગ્રી : લઘુતમ તાપમાન ૯ થી ૧૨ ડિગ્રી વચ્ચે જ જાવા મળશે, ઠંડા પવનનું જાર યથાવત રહેશે : ગરમ વસ્ત્રો ઠઠાડીને જ રાખજા

રાજકોટ : ગાત્રો થીજાવતી ઠંડીઍ જનજીવન અસ્ત વ્યસ્ત બનાવી દીધુ છે. હજુ આ સપ્તાહમાં પણ ઠંડીથી રાહત મળવાની સંભાવના નથી. અનેક સેન્ટરોમાં ઠંડીનો પારો સિંગલ ડીજીટમાં ઘૂમતો જાવા મળશે.

વેધરની ઍક ખાનગી સંસ્થાઍ જણાવ્યુ છે કે આગામી તા. ૨૭ સુધી ઍટલે કે આવતા શુક્રવાર સુધી કડકડતી ઠંડીનો દોર જારી રહેશે. ઠંડીમાં ક્રમશઃ વધારો થતો જશે. પારો ૯ થી ૧૨ ડિગ્રી આસપાસ જ ઘૂમતો જાવા મળશે. અનેક સેન્ટરોમાં તાપમાન સિંગલ ડીજીટમાં રહેશે. બપોરનું તાપમાન પણ નીચુ રહેશે. દિવસ દરમિયાન ઠંડીનો અહેસાસ થશે.

જમ્મુ કાશ્મીર સહિત પહાડી પ્રદેશોમાં થઈ રહેલ ભારે હિમવર્ષા ને પગલે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ઠંડીનો કહેર જારી છે. રાજ્યના અનેક સેન્ટરોમાં પારો સિંગલ ડિજિટમાં જોવા મળી રહ્ના છે.

દરમિયાન રાજકોટ શહેરમાં પણ ઠંડીનો જોરદાર રાઉન્ડ ચાલુ છે. આજે ન્યૂનતમ તાપમાન ૯.૭ ડીગ્રી નોંધાયેલ છે. બર્ફીલા પવનોની સાથે અસહ્ના ઠંડી પડી રહી છે. શહેરીજનો ગરમવસ્ત્રોમાં જ જોવા મળી રહ્ના છે. રાત્રીના સમયે તો કરફ્યુ જેવો માહોલ જોવા મળે છે. આમ આ અઠવાડિયામાં પણ ઠંડીમાં રાહત મળવાની નથી ઍટલે ગરમવસ્ત્રો ઠઠાડિને રાખજો.

(3:22 pm IST)