Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

બુધવારે રેસકોર્ષમાં ‘સુનહરી સાંજ'ને ગીતોથી ‘ઝગમગાવશે' દર્શન રાવલ

મહાનગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક દિનની પુર્વ સંધ્‍યાએ નગરજનો માટે બોલીવૂડ સિંગરના કાર્યક્રમનું આયોજનઃ એક એકથી ચડીયાતા ગીતો પીરસાશે : કાર્યક્રમનું શંકરભાઇ ચૌધરીના હસ્‍તે ઉદ્‌ઘાટન : શહેરીજનોને ઉમટી પડવા પ્રદિપ ડવ, પુષ્‍કર પટેલ, અમિત અરોરા, પરેશ પીપળીયાનું નેહભર્યુ નોતરૂં

રાજકોટ તા. ૨૨ : મહાનગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્‍યા તા. ૨૫ના રોજ પ્‍લેબેક સિંગર દર્શન રાવલ પ્રસ્‍તુત ‘સુનહરી સાંજ' યોજાશે. આ કાર્યક્રમનું ઉદ્‌ઘાટન વિધાનસભાના અધ્‍યક્ષ શંકરભાઇ ચૌધરીના હસ્‍તે યોજાશે. યુવા વર્ગમાં ખૂબ જ લોકચાહના ધરાવતા દર્શન રાવલ પ્રસ્‍તુત ‘સુનહરી સાંજ' માણવા ખૂબ જ ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે તેમ મેયર સહિતના પદાધિકારીઓએ જણાવ્‍યું હતું.

આ અંગે સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, મ્‍યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા, સમાજ કલ્‍યાણ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા જણાવે છે કે, મહાનગરપાલિકા દ્વારા ૨૬ જાન્‍યુઆરી પ્રજાસતાક પર્વની પૂર્વ સંધ્‍યાએ તા.૨૫ના રોજ રાત્રે ૮.૩૦ કલાકે, કવિ શ્રી રમેશ પારેખ રંગ દર્શન, રેસકોર્ષ ખાતે સુપ્રસિદ્ધ સિંગર દર્શન રાવલ પ્રસ્‍તુતᅠ‘સુનહરી સાંજ'ᅠ(સંગીત સંધ્‍યા) યોજાનાર છે. આ કાર્યક્રમના અધ્‍યક્ષ અને ઉદઘાટક ગુજરાત વિધાનસભાના અધ્‍યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્‍તે થશે. આ કાર્યક્રમ મેયર ડો.પ્રદિપ ડવની પ્રેરક ઉપસ્‍થિતીમાં યોજાશે.

આ પ્રસંગે સંસદ સભ્‍ય મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્‍યᅠઉદયભાઈ કાનગડ, ધારાસભ્‍ય અને ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, ધારાસભ્‍યᅠરમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, નરેન્‍દ્રસિંહ ઠાકુર, ᅠᅠᅠᅠશક્‍તિમાન ઇન્‍ડસ્‍ટ્રીઝના હસુભાઈ ગોહેલ, સ્‍વાગત ગૃપના છગનભાઈ બુસા, પ્રશાંત કાસ્‍ટિંગ પ્રા.લી.ના શંભુભાઈ પરસાણા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિપક્ષ નેતા ભાનુબેન સોરાણી, શાસક પક્ષ દંડક સુરેન્‍દ્રસિંહ વાળા વગેરે ઉપસ્‍થિત રહેશે.યુવાઓમાં ખુબ જ લોકચાહના ધરાવતાᅠદર્શન રાવલ પ્રસ્‍તુતᅠ‘સુનહરી સાંજ'ᅠમાણવા શહેરીજનોમાં ખુબ જ ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. કાર્યક્રમને લઈને બેઠક વ્‍યવસ્‍થા માટે પાસ મેળવવા પણ ખુબ જ માંગણીઓ આવી રહી છે. દરેક કાર્યક્રમને શાનદાર બનાવવા રંગીલા રાજકોટના શહેરીજનોનો ખુબ જ ઉત્‍સાહપૂર્વક ભાગ લઈ રહેલ છે. આ કાર્યક્રમ માણવા શહેરીજનોને નિમંત્રણ પાઠવવામાં આવે છે.

(3:32 pm IST)