Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

૧૯ લાખ ઉછીના લઇને આપેલ ચેક રિટર્ન થતા કોર્ટમાં ફરીયાદઃ આરોપીને હાજર થવા હુકમ

રાજકોટ તા. ર૩ : રાજકોટના કેશુભાઇ મેપાભાઇ બેડવા તથા ગીતાબેન કેશુભાઇ બેડવા (આરોપીઓ) એ હાલ રાજકોટ અને મૂળ ખીરસરા, તા.માળિયા, જી.મોરબીના મહેશભાઇ લાખાભાઇ ખાંડેખા (ફરીયાદી) પાસેથી સંબંધના દાવે, હાથ ઉછીના રૂા.૧૯,૦૦,૦૦૦ અંકે રૂપિયા ઓગણીસ લાખ પુરા મેળવેલ જે પરત ચુકવવા આરોપીઓએ આપેલ ચેક ફરીયાદીએ પોતાના ખાતામાં જમા કરાવતા ચેક રિટર્ન થતાં ફરીયાદી દ્વારા માળિયાની કોર્ટમાં ધી નેગોશીએબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટની કમલ-૧૩૮ મુજબ ફરીયાદ દાખલ કરતા કોર્ટે આરોપીઓ સામે સમન્‍સ કાઢવાનો હુકમ કરવામાં આવેલ.કરવામાં આવેલ.

આ કેસની હકીકત એવી છે કે, રાજકોટમાં મવડી મેઇન રોડ, વિનાયક નગર શેરી નં.૬, વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે રહેતા આરોપીઓ કુશુભાઇ મેપાભાઇ બેડવા તથા ગીતાબેન કેશુભાઇ બેડવાએ એકસંપ થઇ મુળ ખીરસરા, તા. માળિયા, જી. મોરબીમાં હાલ રાજકોટ ઓમ નગર શેરી નં.૮માં રહેતા મહેશભાઇ લાખાભાઇ ખાંડેખા પાસેથી મિત્રતા અને સંબંધના દાવે હાથ ઉછીના રૂા.૧૯,૦૦,૦૦૦ અંકે રૂપિયા ઓગણીસ લાખ પુરા લીધેલ સદરહું રકમ પરત ચુકવવા આરોપીઓએ તેમના સંયુકત ખાતાનો ભારતીય સ્‍ટેટ બેંક, મવડી પ્‍લોટ શાખા, રાજકોટનો ચેક ફરીયાદીને આપેલ અને બાહેંધરી આપેલ કે સદરહું ચેક ફરીયાદીએ તેમની ભારતીય સ્‍ટેટ બેન્‍ક, મવડી પ્‍લોટ, રાજકોટના ખાતામાં ચેક જમા કરાવેલ જે ચેક પરત ફરેલ જેથી ફરીયાદીએ તેમના વકીલ મારફત તા.૩૦/૯/ર૦રર ના રોજ લીગલ ડિમાન્‍ડ નોટીસ મોકલેલ જે આરોપીઓને મળી ગયેલ હોવા છતાં પણ આરોપીઓએ કોઇ દરકાર લીધેલ નહિ જેથી સદરહું ચેક રીટર્ન થતા ફરીયાદીએ ફરીયાદ દાખલ કરેલ હતી. જેથી કોર્ટે આરોપીઓને હાજર થવા સમન્‍સ કાઢેલ છે.

આ કામમાં ફરીયાદી વતી પી.એમ.શાહ લો ફર્મના એડવોકેટ પિયુષભાઇ શાહ, અશ્વિનભાઇ ગોસાઇ, નીતેશભાઇ કથીરિયા, નિવિદભાઇ પારેખ, હર્ષિલભાઇ શાહ, જીતેન્‍દ્રભાઇ, ધૂળકોટિયા, વિજયભાઇ પટગીર, ચિરાગભાઇ શાહ, રાજેન્‍દ્રભાઇ જોશી, કિશનભાઇ ચાવડા, પરાગભાઇ લોલારિયા રોકાયેલા હતા.

(3:53 pm IST)