Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

બેડલા પાસે રૂા. ૧.૧૦ લાખનો વિદેશી દારૂ ભરેલી સ્‍વીફટ કાર કબ્‍જે કરતી ક્રાઇમ બ્રાંચ

વિદેશી દારૂની ૩૬૦ બોટલ અને કાર મળી ૫.૧૦ લાખનો મુદ્દામાલ કબ્‍જે : ડાકવડલાના શીવરાજ ઉર્ફે શીવકુની શોધ

રાજકોટ,તા. ૨૩ : બેડલા ગામ પાસે ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી રૂા. ૧.૧૦ લાખની વિદેશી દારૂની ૩૬૦ બોટલ ભરેલી સ્‍વીફટ કાર કબ્‍જે કરી હતી.

મળતી વિગત મુજબ બેડલાગામ તરફ એક જીજે-૧૮બીબી ૮૭૭૩ નંબરની સ્‍વીફટ કાર દારૂનો જથ્‍થા સાથે પસાર થવાની હોવાની ક્રાઇમ બ્રાંચના કોન્‍સ. શૈલેષભાઇ નેચડાને બાતમી મળતા બેડલાગામ પ્રાથમીક શાળા નજીક કારને અટકાવતા કાર ચાલક પોલીસને જોઇ કાર રેઢી મુકી ભાગી ગયો હતો. બાદ પોલીસે કારની તલાશી લેતા તેમાંથી રૂાફ ૧,૧૦,૧૬૦ની કિંમતની વિદેશી દારૂની ૩૬૦ બોટલ મળી આવતા પોલીસે વિદેશી દારૂનો જથ્‍થો અને કાર મળી રૂા. ૫,૧૦,૧૬૦નો મુદ્દામાલ કબ્‍જે કરી ડાકવડલાના શીવરાજ ઉર્ફે શીવકુની શોધખોળ હાથ ધરી છે. આ કામગીરી પીઆઇ વાય.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્‍સ. રણજીતસિંહ પઢારીયા, વિજયભાઇ મેતા, મયુરભાઇ મીયાત્રા, શૈલેષભાઇ નેચડા, વિજયરાજસિંહ તથા વિરેન્‍દ્રભાઇ દ્વારા કરવામાં આવી હતી.. 

(3:53 pm IST)