Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

રીક્ષાના ટાયર, બેટરી અને કોપર વાયરની ચોરી કરનારા અજય અને ભાવેશ પકડાયા

યુનિવર્સિટી પોલીસે બંનેને રૈયાગામમાંથી દબોચ્‍યાઃ ઘંટેશ્વર એસઆરપી કેમ્‍પ સામે ક્રિષ્‍નમ એપાર્ટમેન્‍ટ પાસેથી ચોરી કર્યાની કબુલાત : અજય પરમાર ચોરીના દસ ગુનામાં અને ભાવેશ વસોયા દારૂના ગુનામાં સામેલ

રાજકોટ,તા.૨૩ : જામનગર રોડ ઘંટેશ્વર એસઆરપી કેમ્‍પની સામે આવેલા ક્રિષ્‍નમ એપાર્ટમેન્‍ટ પાસેથી રીક્ષાના ટાયર, બેટરી અને કેબલ વાયરની ચોરી કરનારા બે શખ્‍સોને યુનિવર્સિટી પોલીસે રૈયા ગામમાંથી ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજબ રૈયાગામ પાસે રીક્ષાના ચોરા ટાયર, બેટરી અને કેબલ વાયર બે શખ્‍સો વેચવા નીકળ્‍યા હોવાની યુનિવર્સિટી પોલીસ મથકના કોન્‍સ. બલભદ્રસિંહ જાડેજા, કોન્‍સ. વનરાજભાઇ લાવડીયા, મૈસુરભાઇ કુંભારવાડીયાને બાતમી મળતા રૈયાગામ સ્‍મશાન પાસેથી અજય માધવસિંહ પરમાર (ઉવ.૩૦) (રહે. વચ્‍છરાજનગર શેરી નં. ૬માં ભાડે કોઠારીયા રોડ) અને ભાવેશ મનસુખભાઇ વસોયા (ઉવ.૨૫) (રહે. ઘંટેશ્વર પાર્ક સામે પચ્‍ચીસ વારીયામાં મુળ ચીભડા)ને પકડી લઇ રૂા. ૧૦,૫૦૦ની કિંમતના રીક્ષાના સાત ટાયર, નવ કિલો કોપર વાયર, રીક્ષાની એક બેટરી તથા ઓટો રીક્ષા સહિતનો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. અજય અગાઉ ચોરી સહિતના દસ ગુનામાં અને ભાવેશ અગાઉ વિદેશી દારૂના ગુનામાં પકડાઇ ચૂકયો છે. આ કામગીરી પીઆઇ એ.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ બી.વી.ઝાલા, હેડ કોન્‍સ. મહિપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, કોન્‍સ. વનરાજભાઇ લાવડીયા, બલભદ્રસિંહ જાડેજા, મૈસુરભાઇ કુંભારવાડીયા ગોપાલસિંહ, દિવ્‍યરાજસિંહ જાડેજા, પ્રકાશભાઇ, યોગરાજસિંહ દ્વારા કરવામાં આવી હતી.

(3:55 pm IST)