Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

વિજ્ઞાન જાથા અને જીવનનગર વિકાસ સમિતિ દ્વારા પ્રજાસત્તાક પર્વે મશાલ સરઘસ

રાજકોટ તા. ૨૩ : ભારત જન વિજ્ઞાન જાથા અને જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહાદેવધામ સમિતિ, મહિલા મંડળના સંયુકત ઉપક્રમે ૨૬ મી જાન્‍યુઆરીના ધ્‍વજવંદન સાથે રાષ્‍ટ્રીય એકતા રેલી, મશાલ સરઘસ, શૌર્ય ગીત, વેશભુષા સહીતના કાર્યક્રમોનું આયોજન કરાયુ છે.

સવારે ૮.૩૦ વાગ્‍યોથી કાર્યક્રમો શરૂ થશે. સામુહીક સ્‍વચ્‍છતા, રોશની, રંગોળી સ્‍પર્ધા પણ થશે. ડો. તેજસ ચોકસી અને ઉમિયા ચા વાળા મુકેશભાઇ પોપટ અતિથિ વિશેષ તરીકે ઉપસ્‍થિત રહેશે. તેમજ શહેર ભાજપ ઉપપ્રમુખ પરેશભાઇ હુંબલ, પૂર્વ ચેરમેન અશ્વિનભાઇ ભોરણીયા, નગર સેવકો નિરૂભા વાઘેલા, ચેતનભાઇ સુરેજા, ડો. રાજેશ્રીબેન ડોડીયા, જયોત્‍સનાબેન ટીલાળા, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી પરેશભાઇ તન્ના, હરેશભાઇ કાનાણી સહીતના હોદેદારો ઉપસ્‍થિત રહેશે.

અનિલ જ્ઞાન મંદિર અને સ્‍વસ્‍તિક વિદ્યાલયના છાત્ર છાત્રાઓ સાંસ્‍કૃતિક કાર્યક્રમો રજુ કરશે. જેનું સંચાલન આચાર્ય છાયાબેન દવે અને શિક્ષીકા બહેનોક કરશે. તેમ વિજ્ઞાન જાથાના જયંત પંડયાની એક યાદીમાં જણાવાયુ છે.

(3:56 pm IST)