Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

મધ્‍યાહન ભોજન યોજના હેઠળના માનદ વેતનધારકોની કુકીંગ કોમ્‍પીટીશનઃ વિજેતાઓને ઇનામ અર્પણ

મામલતદાર કચેરી, રાજકોટ તાલુકા ખાતે પી.એમ. પોષણ યોજના (મધ્‍યાહન ભોજન યોજના) હેઠળ ફરજ બજાવતાં માનદવેતનધારકોની કુકીંગ કોમ્‍પીટીશન યોજાઇ હતી. આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત નિર્ણાયક કમિટિ તરીકે કે.કે.કરમટા (મામલતદાર, રાજકોટ તાલુકા), સોનલબેન વાળા (CDPO શ્રી), મનીષભાઇ ગીધવાણી (ના.મામ., મ.ભો.યો) હરદીપસિંહ જાડેજા (ના.મામ), કવિતાબેન અંટાળા, પાયલબેન ભટ્ટ તથા આ કુકીંગ કોમ્‍પીટીશનનું આયોજન કરનાર સતિષભાઇ  ગોહેલ, ચેતનાબેન ઉનાગર તથા પરીબેન ટીલાળાએ સરકારશ્રીના નિયમોનુસાર બાળકોને પ્રોષ્‍ટીક આહાર મળી રહે તે હેતુથી બાજરી, જુવાર તથા રાગીની રસોઇ બનાવવા માટે માનદવેતનધારકોને સમજુતી આપી હતી. આયોજનમાં ભાગ લેનારમાંથી પ્રથમ/ દ્વિતીય અને તૃતીય વિજેતાને પ્રોત્‍સાહન તરીકે ઇનામ પણ આપવામાં આવેલ છે. જેમાં કુલ ૧૬ માનદવેતનધારકોએ લાભ લેવામાં આવેલ હતો. તેમાંથી પ્રથમ વિજેતા તરીકે કારીયા ભાવિકાબેન નાથાલાલ (જીવાપર પ્રા.શાળા),ને રૂા. ૫૦૦૦નું ઇનામ, દ્વિતીય વિજેતા તરીકે રાયજાદા હિનાબેન જે. (વડાળી પ્રા.શાળા) ને રૂા. ૩૦૦૦ નું ઇનામ અને તૃતીય વિજેતા તરીકે માંડવીયા સરોજબેન અશોકભાઇ (રાણપુર પ્રા.શાળા) ને રૂા. ૨૦૦૦નું ઇનામ પણ આપવામાં આવેલ છે અને ભાગ લેનાર તમામ માનદવેતનધારકોને સર્ટીફીકેટ અપાયા હતા

(3:58 pm IST)