Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

રાજકોટમાં ભાજપની વિજય કૂચથી કોંગ્રેસ - આપ સહિત અનેક ઉમેદવારોની ડિપોઝીટ ડુલ

રાજકોટ તા. ૨૩ : મ.ન.પા.ની ચૂંટણીની મતગણતરીમાં બપોરે ૧૨ વાગ્યા સુધીના ટ્રેન્ડમાં જે પ્રકારે ભાજપના ઉમેદવારોએ વિજય કૂચ શરૂ કરી હતી તે જોતા પરિણામોના અંતે કોંગ્રેસ - આપ, એનસીપી - બસપા જેવા પક્ષોના અનેક ઉમેદવારો પૂરા મત નહી મેળવતા તેઓની ડિપોઝીટ પણ ડૂલ થઇ હતી.  ૧૧ વાગ્યા સુધીમાં ભાજપે ૫ થી વધુ વોર્ડમાં જીત મેળવી લીધી હતી.  એ જોતા ભાજપનું શાસન નિશ્ચિત બન્યું છે. સામે કોંગ્રેસ - આપ જેવી પાર્ટીના ઉમેદવારો પુરા મત પણ નહી મેળવી શકતા કોંગ્રેસ જેવી રાષ્ટ્રીય કક્ષાની પાર્ટી કે જે મજબૂત વિપક્ષ મનાય છે. આ પાર્ટીએ ખરેખર હવે મનોમંથન કરવાની જરૂર હોવાની ચર્ચા જાગી છે.

(1:05 pm IST)