Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ત્રણ જોડી ટ્રેનોમાં કાયમી ધોરણે લાગશે વધારાનો ફર્સ્ટ એસી કોચ

રાજકોટ, તા. રરઃ મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ત્રણ જોડી ટ્રેનોમાં કાયમી ધોરણે એક વધારાનો ફર્સ્ટ એસી કોચ ઉમેરવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી સુનિલ કુમાર મીનાના જણાવ્યા મુજબ આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

૧)ટ્રેન નંબર ૨૨૯૩૯/૨૨૯૪૦ હાપા-બિલાસપુર સુપર ફાસ્ટ એકસપ્રેસ માં હાપાથી ૦૧.૦૪.૨૦૨૩ થી અને બિલાસપુર થી ૦૩.૦૪.૨૦૨૩ થી.

૨)ટ્રેન નંબર ૧૯૫૭૫/૧૯૫૭૬ ઓખા-નાથદ્વારા એકસપ્રેસ માં ઓખાથી ૦૫.૦૪.૨૦૨૩ થી અને નાથદ્વારા થી ૦૬.૦૪.૨૦૨૩ થી.

૩)ટ્રેન નંબર ૧૨૯૪૯/૧૨૯૫૦ પોરબંદર-સાંતરાગાચી સુપર ફાસ્ટ એકસપ્રેસ માં પોરબંદરથી ૦૭.૦૪.૨૦૨૩ થી અને સંત્રાગાચી થી ૦૯.૦૪.૨૦૨૩ થી

(1:30 pm IST)