Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

કોર્પોરેશનની ભૂગર્ભ ગટર ઘટના અંગે વિગતો મેળવવા સફાઇ કામદાર આયોગના મેમ્‍બર અંજનાબેન પવાર રાજકોટમાં

બપોરે ર-૩૦ વાગ્‍યે પત્રકાર પરિષદ :કલેકટર-પોલીસ કમિશનરે એરપોર્ટ ખાતે આવકાર્યાઃ ભોગ બનનારના ઘરે જશેઃ ઘટના સ્‍થળની મુલાકાત લેશે :કલેકટર વળતર અંગે શ્રી અંજનાબેન સમક્ષ :વિગતો રજૂ કરશે...

રાજકોટ તા. ર૩ : રાજકોટમાં ભૂગર્ભ ગટર સાફ કરવા સમયે ઝેરી ગેસને કારણે બે વ્‍યકિતના કરૂણ મોત નીપજતા  હાહાકાર મચી ગયો હતો, કોર્પોરેશનના અધિકારીઓ આ બાબતે તપાસ કરી રહ્યા છે. દરમિયાન આ ઘટનાના ઘેરા પડઘા પડતા રાષ્‍ટ્રીય સફાઇ કામદાર આયોગના સિનીયર મોસ્‍ટ મેમ્‍બર શ્રી અંજનાબેન પવાર દિલ્‍હીથી રાજકોટ દોડી આવ્‍યા છે, એરપોર્ટ ખાતે કલેકટરશ્રી તથા પોલીસ કમિશનરશ્રીએ તેમને આવકાર્યા હતાં.

દરમિયાન કલેકટરે પત્રકારોને જણાવ્‍યું હતું કે સંભવતઃ શ્રી અંજનાબેન પવાર ભોગ બનનારના ઘરે પણ મુલાકાત લ્‍યે તથા ઘટના જયાં બની તેની પણ મુલાકાત લ્‍યે તેવી શકયતા છે, તેઓ આવ્‍યા બાદ વધુ વિગતો જાણી શકાશે.

સફાઇ કામદારને વળતરની જાહેરાત કરાઇ, કોન્‍ટ્રાકટરને નહિ તે બાબતે કલેકટરે પત્રકારોને જણાવેલ કે વળતર અંગે પોતે અંજનાબેન સમક્ષ વિગતો આપશે. દરમિયાન અંજનાબેન પવારની ઘટના સંદર્ભે બપોરે ર-૩૦ વાગ્‍યે સરકીટ હાઉસ ખાતે મહત્‍વની પત્રકાર પરીષદ યોજાઇ છે.

(3:22 pm IST)