Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

રવિવારે ચોટીલા ડુંગરની પરિક્રમા

ધર્મ જાગરણ સમન્‍વય દ્વારા :નવગ્રહ મંદિરેથી પ્રારંભ થશે, સેંકડોની સંખ્‍યામાં માઈભકતો જોડાશેઃ સંતો- મહંતો દ્વારા ધર્મસભા, ધ્‍વજા અર્પણ

 

રાજકોટઃ હિન્‍દુ સનાતન ધર્મનું નવુ વર્ષ ચૈત્ર સુદ એકમથી શરૂ થતાં ચૈત્રી નવરાત્રીના દિવસોમાં મા જગદંબાની આરાધનાના દિવસો શરૂ થતા હોય છે. ધર્મ જાગરણ સમન્‍વય દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હિન્‍દુ સમાજના દરેક લોકો સાથે ચોટીલા ડુંગરની પરિક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ પરિક્રમ તા.૨૬ને રવિવારે ચોટીલા તળેટીમાં આવેલ નવગ્રહ મંદિરેથી સવારે ૮:૩૦ કલાકે શરૂ થશે. પ.પૂ.સંતો મહંતો દ્વારા ધર્મસભા યોજાશે અને ત્‍યારબાદ ધ્‍વજા અર્પણ કરી પરિક્રમાનું પ્રસ્‍થાન કરવામાં આવશે.

આ પરિક્રમામાં વધુમાં વધુ લોકોને જોડાવા સૌરાષ્‍ટ્ર પ્રાંતના સંયોજક દેવેન્‍દ્રભાઈ દવે,  રાજકોટના માઈ ભકતોની સમિતિવતી મહેશભાઈ મિયાત્રા, વિનોદભાઈ ચોટલિયા, આશિષભાઈ જાવિયા, દિપકભાઈ નસીત, બટેસ્‍ટર નાથ મિશ્રા, પ્રવિણભાઈ, મનસુખભાઈ, મુકેશભાઈ, રાગેશભાઈ, રમેશભાઈ શિંગાળાએ અપીલ કરેલ છે.

આ પરીક્રમા અંગે વધુ માહિતી માટે મહેશભાઈ મિયાત્રા મો.૬૩૫૨૮ ૮૧૭૮૯, આશીષભાઈ જાવિયા મો.૭૯૯૦૭ ૮૦૨૯૯, પાર્થભાઈ હરપાલ મો.૮૧૬૦૨ ૩૩૬૯૨, બટેશ્વરજી મિશ્રા મો.૯૩૭૪૦ ૭૦૯૯૫, મુકેશભાઈ ડોડિયા મો.૯૮૨૫૨ ૧૭૪૩૨, મનસુખભાઈ ત્રાંબડિયા મો.૯૪૨૭૭ ૩૯૩૨૬, પ્રવિણભાઈ કગથરા મો.૮૮૬૬૨ ૩૮૩૪૪નો સંપર્ક કરવા જણાવાયું છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:26 pm IST)