Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

કવિતા પઠન- પુસ્‍તક વિમોચન

વિશ્વ કવિતા દિવસ નિમિતે રોઝરી સ્‍કુલ ઓડીટોરીયમ ખાતે મીનુઝ મહેફીલ ૭' શીર્ષકતળે કવિતા પઠનનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. જેમાં ગુજરાતી, હિન્‍દી, અંગ્રેજી ભાષાના દિગ્‍ગજ કવિઓએ પોતે સર્જેલી કવિતાઓનું પઠન કર્યુ હતુ. કવિતા પઠન સાથે વિશાલ મુલિયાના પુસ્‍તક વર્સિંગ સાયન્‍સ'નું વિમોચન કરાયુ હતુ.  આ કાર્યક્રમમાં ડો. વિશાલ વરીયા, વિશાલ મુલિયા, પ્રોફેસર ધૈરવી અંજારીયા, ડો. રમેશ ભાયાણી, ડો. ગીતા ગીડા, શ્રીમતી કવિતા માથુરે વકતવ્‍યનો લાભ આપ્‍યો હતો. કાર્યક્રમના અંતમાં રોઝરી સ્‍કુલવતી રીધ્‍ધીબેન પટેલ, હેતાક્ષીબેન વાઘેલા, પલ્લવીબેન પારેખે જહેમત ઉઠાવી હતી. સ્‍મૃતિઓને કાયમ માટે કંડારવાનું કાર્ય કેયુર બદિયાણીએ સંભાળ્‍યુ હતુ.

(3:27 pm IST)