Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

જયંત કે.જી. રોડ પર યુવાનને મારમારી કારમાં તોડફોડ કરનાર વધુ એક શખ્‍સ ઝડપાયો

માલવીયાનગર પોલીસે ગૌરાંગ ઉર્ફે નયન શીયાળને દબોચ્‍યો

રાજકોટ,તા. ૨૩ : મવડી રોડ પર જયંત કે.જી. રોડ પર હોર્ન વગાડવા પ્રશ્‍ને યુવાનને મારમારી તેની કારનો કાચ ફોડી નાખી ધમાલ મચાવનાર વધુ એક શખ્‍સને માલવીયાનગર પોલીસે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના મવડી વિસ્‍તારમાં જયંત કે.જી.મેઇન રોડ પર ગત તા. ૧૯/૨ ના રોજ રસ્‍તા વચ્‍ચે એકસેસ ઉભુ રાખી પાંચ શખ્‍સો ઝઘડો કરતા હતા. ત્‍યારે નંદીશભાઇ નટવરલાલભાઇ કવૈયા પોતાની કાર લઇને ત્‍યાંથી નીકળતા રોડ વચ્‍ચે એકસેસ પડયુ હોય, તેથી નંદીશભાઇએ એકસેસ રોડ સાઇડમાં લેવાનું કહી કારનો હોર્ન વગાડતા ચાર જેટલા શખ્‍સોએ ઉશ્‍કેરાઇ જઇ નંદીશભાઇ કવૈયાને મારમારી કારમાં ધોકો ફટકારી આગળનો કાચ ફોડી નાખ્‍યો હતો. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અગાઉ બાલાજી હોલ પાસે નહેરૂનગરના ધવલ ભાવેશભાઇ અસૈયા, ભાવીન બહાદુરસિંહ દેવડા અને ગોંડલ રોડ લોધેશ્વરની ધરપકડ કરી હતી. જ્‍યારે ગૌરાંગ શીયાળ ફરાર હતો. દરમ્‍યાન માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ આઇ.એન. સાવલીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.એમ.મહેશ્વરી સ્‍ટાફ સાથે આરોપીને પકડવા માટે તેના આશ્રય સ્‍થાનો સહિતના સ્‍થળોએ તપાસ કરી હતી. દરમ્‍યાન કોન્‍સે હરસુખભાઇ સબાડ અને કૃષ્‍ણદેવસિંહ ઝાલાને બાતમી મળતા નાસતા ફરતા ગૌરાંગ ઉફે નયન જયેશભાઇ શીયાળ (ઉ.વ.૨૧) (રહે. સાગર ચોક આર.એમ.સી. કવાર્ટર બ્‍લોક નં. ૧૮ કવાર્ટર નં. ૧૪૮૯)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી. આ કામગીરી પીએસઆઇ એમ.એ.મહેશ્વરી, એ.એસ.આઇ કર્મદીપભાઇ વાળા, રવિભાઇ નાથાણી, અજયભાઇ વીકમા, કોન્‍સ. ભાવેશભાઇ, અંકીતભાઇ, હિરેનભાઇ, રઘુવીરસિંહ, હરસુખભાઇ તથા કૃષ્‍ણદેવસિંહ દ્વારા કરવામાં આવી હતી.

(3:28 pm IST)