Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

કુવાડવા રોડ આઇઓસી ડેપોની સામે પટમાં જુગાર રમતા ત્રણ પકડાયા

કુવાડવા પોલીસનો દરોડો : પ્રભુદાસ, દિનેશ અને કરશનની ધરપકડ

રાજકોટ તા. ૨૩ : કુવાડવા રોડ પર આઇ.ઓ.સી. ડેપોના ગેઇટની સામે આવેલા પટમાં કુવાડવા રોડ પોલીસે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા ત્રણ શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર આઇઓસીના ગેઇટની સામે કેટલાક શખ્‍સો જુગાર રમતા હોવાની કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઇ એસ.આર.વડવી તથા કોન્‍સ. મુકેશભાઇ સબાડ સહિતના સ્‍ટાફે દરોડો પાડી આઇ.ઓ.સી.ના ગેઇટની સામે પટમાં તીનપતીનો જુગાર રમતા પ્રભુદાસ વાલદાસભાઇ ગોંડલીયા (રહે. શાપર - વેરાવળ, ગોંદરા ચોકની સામે), પોરબંદરના રોધડાગામના દીનેશ નારણભાઇ બાબરીયા અને પોરબંદર છાયા વિસ્‍તાર સ્‍વામીનારાયણ ગુરૂકુલની પાછળ રહેતો કરશન શામજીભાઇ પાંડવને પકડી લઇ રૂા. ૬૩૪૦ની રોકડ સહિતની મત્તા કબ્‍જે કરી હતી.

(3:29 pm IST)