Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

ફુડ સેફટીના કેસમાં જલારામ જાંબુવાળાને ૧૦ હજારનો દંડ ફટકારતી ચીફ અદાલત

રાજકોટ તા.  ર૩ : માધાપરમાં આવેલ ‘‘જલારામ જાંબુવાળા''ના માલિક ભરતભાઇ વસંતભાઇ પલાણને લાયસન્‍સ કે નોંધણી વગર વેપાર કરવા બદલ રૂા.૧૦,૦૦૦ દંડ કરવામાં આવેલ છે.સને ર૦૧રમાં ફુડ સેફટી ઓફીસર જે.એચ.શાહએ જલારામ જાંબુવાળાને ત્‍યાંથી મીઠા માવાનું સેમ્‍પલ લઇ મીઠા માવાને એનાલીસ માટે લેબોરેટરીમાં મોકલતા રીપોર્ટ મુજબ તેમાં ફુગની હાજરી આવતા જલારામ જાંબુવાળા વિરૂધ્‍ધ રાજકોટની અદાલતમાં ફરીયાદ દાખલ કરેલ આ કેસ ચાલી જતા ફુડ સેફટી ઓફીસર જે.એચ.શાહની રજુઆત તેમજ સરકારી વકીલ શીતલ જોષીની દલીલો તથા પુરાવાઓ ગ્રાહ્ય રાખી રાજકોટના એડી.ચીફ જયુડી.મેજી શ્રી એસ.સી.મકવાણાએ જલારામ જાંબુવાળાને રૂા.૧૦,૦૦૦ નો દંડ ફટકારેલ છે.(

(5:39 pm IST)