Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

ચેકરિટર્ન કેસમાં અમદાવાદના વેશ એક્ષપોર્ટ પ્રા.લી.ના ડીરેકટરને એક વર્ષની સજા અને ૧૦ લાખ વળતર ચુકવવા હુકમ

રાજકોટ,તા. ૨૩: ચેક રીટર્નની ફરિયાદમાં આરોપી વ્રજલાલ મેવાડાને એક વર્ષની સજા અને વળતર પેટે રૂા. ૧૦,૦૦,૦૦૦ ચુકવવાનો હુકમ કોર્ટે કર્યો હતો.

આ કેસની હકીકત એવી છે કે, ફરિયાદ આશીર્વાદ સર્વિસીસના પ્રોપરાઇટર રીનાબેન દિનેશભાઇ જેઠવા રાજકોટ મુકામે લોખંડ તથા કાસ્‍ટીંગના સ્‍ક્રેપની લે-વેચનો વેપાર ધંધો કરે છે તથા વંશ એક્ષપોર્ટ પ્રા.લી. ના ડિરેકટર અનીલભાઇ વ્રજલાલ મેવાડા વિ.સ્‍ક્રેપનો લે-વેચનો વેપાર ધંધો અમદાવાદ મુકામે કરે છે તેમજ અમદાવાદ સ્‍થિત હિતેષભાઇ રાણપરા જેઓ પણ સ્‍ક્રેપનો લે-વેચનો ધંધો કરે છે તેમના મારફત ફરીયાદી તહોમતદારના સંપર્કમાં વર્ષ-૨૦૧૬ માં આવેલ અને અમો ફરીયાદીને આ કામના તહોમતદારે તા. ૨૬/૧૦/૨૦૧૬ના રોજ પ્રતિ કિલો રૂા. ૨૨/- ના લેખે મેટ્રીક ટન (૮ કન્‍ટેનર) કાસ્‍ટ આઇરોન સ્‍ક્રેપનો સેલ્‍સ પરચેઇઝનો તહોમતદારને વેચાણ કરેલ જે કોન્‍ટ્રાકટ મુજબ વેચાણ કિંમતની ૨૫% લેખે થતી અંદાજીત કિંમત રૂા. ૧૦,૦૦,૦૦૦ જુદા જુદા બે આર.ટી.જી.એસ.ટી. થી ચુકવેલ હતા.

ત્‍યારબાદ ફરીયાદી આરોપીને રૂબરૂ મળેલ ત્‍યારે આરોપીએ તેની ખાતાવાળી બેંક એકસીસ બેંક કારગીર, ચાર રસ્‍તા, અમદાવાદનો ચેક રૂા. ૧૦,૦૦,૦૦૦ નો આપેલો અને ફરીયાદીએ સદરહું ચેક તેની બેંકમાં વટાવવા નાંખતા ‘ફંડ ઇન્‍સફીસીયન્‍ટ'ના શેરા સાથે પરત ફરેલ હતો. જેથી ફરિયાદીએ તેના એડવોકેટ શ્રી અર્જુન એસ.પટેલ મારફતે નેગોશીએબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટની નીચે નોટીસ આપેલ હતી.

અવારનવાર માંગણી કરવા છતાં આરોપીએ ફરીયાદીની લેણી રકમનું પેમેન્‍ટ ન કરતા ફરીયાદીએ નેગોશીએબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટની કલમ -૧૩૮ મુજબની ફરીયાદ કોર્ટ સમક્ષ દાખલ કરેલ હતી. જે કેસ ચાલી જતા આરોપી નં. ૨ નાને એક વર્ષની સજા ફટકારી અને આરોપી નં. ૧ અને ૨ નાને વળતર પેટે રૂા. ૧૦,૦૦,૦૦૦ દિન-૬૦ માં ચુકવી આપવા તેમજ સદર વળતરની રકમ ચુકવવામાં કસુર કરે તો આરોપી નં. ૨ નાને વધુ એક માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરેલ છે.

અદાલતે એવું ઠરાવેલ છે કે ચેક વગર સ્‍વીકારયે પરત ફરવા અંગેના ગુનાઓને હળવાશથી લઇ શકાય નહીં. આરોપી વિરૂધ્‍ધનો ગુન્‍હો આર્થિક વ્‍યવહારને લગતો છે.આર્થિક વ્‍યવહાર તે કોઇ પણ દેશની અર્થવ્‍યવસ્‍થા માટે જીવનરેખા સમાન છે આરોપીને પ્રોબેશન ઓફ ઓફેન્‍ડર્સ એકટ, ૧૯૫૮નો લાભ આપવાથી સમાજમાં આ પ્રકારનો ગુનો કરનારને ઉત્તેજના મળે અને તેની વિપરીત અસર દેશની અર્થવ્‍યવસ્‍થાને થાય માટે આરોપીને પ્રોબેશન ઓફ ઓફેન્‍ડર્સ એકટનો લાભ ન આપતા નેગોશીએબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટની કલમ - ૧૩૮ મુજબનો ગુનો નિઃશંકાપણે ફરીયાદી પુરવાર કરી શકેલ છે.

આ ફરીયાદ ચાલી જતા આ કામના ફરીયાદ પક્ષની રજુઆત ધ્‍યાને લઇને રાજકોટના પ્રિસાઇડીંગ ઓફીસર સ્‍પે. એન.આઇ.એ. કોર્ટએ આરોપી અનીલ વ્રજલાલ મેવાડાને એક વર્ષની સાદી કેદની સજા અને દિવસ-૬૦માં વળતરના રૂા. ૧૦,૦૦,૦૦૦ ચુકવવાનો હુકમ કરેલ હતો. આ કામમાં ફરીયાદી આશીર્વાદ સર્વિસીસના પ્રોપરાઇટર રીનાબેન દિનેશભાઇ જેઠવા એડવોકેટ તરીકે રાજકોટના ધારાશાષાી શ્રી અર્જુન એસ.પટેલ તથા મહેન એમ.ગોંડલીયા રોકાયેલ હતા.

(5:40 pm IST)