Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

શહેરમાં ૧૦ વર્ષના બાળક સહિત ૧૬ લોકોના રિપોર્ટ પોઝીટીવ

હુડકો, પુનીત સોસાયટી, કોઠારીયા ગામ, કોઠારીયા હાઉસીંગ, ૧પ૦ ફુટ રીંગ રોડ, કાલાવડ રોડ, નાનામૌવા રોડ, ગોપાલ ચોક, ક્રિસ્‍ટલ મોલ સહિતના વિસ્‍તારોના પ મહિલાઓ તથા ૧૧ પુરૂષો સંક્રમિત

રાજકોટ તા. ર૩ : શહેરમાં મંગળવારે ૧પ કેસ નોંધાયા બાદ ગઇકાલે પણ ૧૬ લોકો સંક્રમિત બનતા શહેરીજનોમાં ચિંતાનું મોજુ પ્રસરી ગયું છે ગઇકાલે પ મહિલાઓ અને ૧૧ પુરૂષોનો રિપોર્ટ પોઝીટીવ આવ્‍યો છે. જેમાં ૧૦ વર્ષના બાળકથી લઇને ૬૬ વર્ષના વૃધ્‍ધને કોરોના વળગ્‍યો છે. બાળક સીવાય તમામ લોકોએ કોરોના રસીના ઓછામાં ઓછા બે ડોઝ લીધેલા છે ઉપરાંત કોઇની ટ્રાવેલ હીસ્‍ટ્રી કે અન્‍ય દર્દીના સંપર્કમાં પણ નથી આવેલ શહેરના હુડકો, પુનીત સોસાયટી, કોઠારીયા ગામ, કોઠારીયા હાઉસીંગ ૧પ૦ ફુટ રીંગ રોડ, કાલાવડ રોડ, નાના મૌવા રોડ, ગોપાલ ચોક, ક્રિસ્‍ટલ મોલ વિસ્‍તાર, મણીનગરમાં કેસ નોંધાયા છે.

(3:52 pm IST)