Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

ચુનારાવાડ નદી કાંઠા પાસે ડેલામાંથી ૨૦૦ લીટર દેશી દારૂ સાથે સુમિત પકડાયો

ક્રાઈમ બ્રાન્‍ચે ૪ હજારની કિંમતનો દેશી દારૂ સહિત ૧૧ હજારનો મુદ્દામાલ કબજે કર્યો

રાજકોટ તા. ૨૩ : ચુનારાવાડમાં આજી નદીના કાંઠા પાસે આવેલા ડેલામાં ક્રાઈમ બ્રાન્‍ચે દરોડો પાડી ૨૦૦ લીટર દેશી દારૂના જથ્‍થા સાથે એક શખ્‍સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ આજે નદીના કાંઠા પાસે ડેલામાં દેશી દારૂનો જથ્‍થો પડ્‍યો હોવાની ક્રાઈમ બ્રાન્‍ચના હેડ કોન્‍સ. વિજયરાજસિંહ જાડેજા, શૈલેષભાઈ નેચડાને બાતમી મળતા સ્‍ટાફ સાથે દરોડો પાડી રૂ. ૪,૦૦૦ની કિંમતના ૨૦૦ લીટર દેશી દારૂ સાથે સુમિત રવજીભાઈ ચૌહાણ (ઉં.વ. ૩૦)(રહે. ભવાનીનગર-૩, રામનાથ પરા પાસે)ને પકડી લઈ ૧૧ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.  આ કામગીરી ક્રાઈમ બ્રાન્‍ચના પીઆઈ વાય.બી જાડેજાની રાહબારીમાં પીએસઆઇ કે.ડી. પટેલ, હેડ કોન્‍સ વિજયરાજ સિંહ જાડેજા, મયુરભાઈ મિયાત્રા, કોન્‍સ વિજયભાઈ મહેતા, કુલદીપસિંહ જાડેજા, શૈલેષભાઈ નેચડા દ્વારા કરવામાં આવ્‍યું હતું

(3:55 pm IST)