Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

ભુગર્ભ ગટરમાં મૃત્‍યુ પામેલા સફાઇ કામદારોને રપ-રપ લાખની સહાય આપોઃ સાગઠિયા-પરમાર

બને વ્‍યકિતના પરીવારના સભ્‍યોને રાજય અને કેન્‍દ્ર સરકાર દ્વારા સહાય ઉપરાંત વારસાગત નોકરી આપવા રાષ્‍ટ્રીય મુળ નિવાસી પંચાયત પરિષદની મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલને લેખીત રજૂઆત

રાજકોટ તા. ર૩ :.. શહેરમાં બે દિવસ પહેલા ભુગર્ભ ગટરમાં મૃત્‍યુ પામેલા સફાઇ કામદારના પરિવારને રૂા. રપ-રપ લાખની સહાય તથા સભ્‍યોને નોકરી આપવામાં આવે તથા મનપાના જવાબદારો સામે ગુનો દાખલ કરવા સહિતના મુદ્‌્‌ે રાષ્‍ટ્રીય મૂળ નિવાસી પંચાયત પરિષદના પ્રદેશ મહામંત્રી વશરામ સાગઠીયા તથા શહેર પ્રમુખ નરેશ પરમારે મુખ્‍યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે.

આ અંગે રાષ્‍ટ્રીય મુળ નિવાસી પંચાયત પરિષદે મુખ્‍યમંત્રીશ્રીને પાઠવેલ પત્રમાં જણાવ્‍યું છે કે, રાજકોટ મહાનગરપાલિકામાં હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટે તથા સરકારના નિયમોનું પાલન થતું નથી કેમકે ઘણા વર્ષોથી હાઇકોર્ટે સુપ્રિમ કોર્ટે દ્વારા સફાઇ કર્મચારીઓને બંધારણીય અધિકાર મુજબ માથે મેલુ ઉપાડવાની અને ભુર્ગભ ગટરમાં અંદર ઉતારવાની મનાઇ હોવા છતા પણ મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ બધા નિયમો નેવે મુકીને પોતાની મનમાની ચલાવી રહ્યા છ.ે

વધુ પત્રમાં જણાવ્‍યું હતું કે મવડી વિસ્‍તારમાં ભૂગર્ભ ગટરમાં બે સફાઇ કર્મચારીઓના મૃત્‍યુ થયા તેના સંપૂર્ણ જવાબદાર માત્ર રાજકોટ મહાનગરપાલિકા છે તેવો આક્ષેપ કર્યો હતો.

આ બનાવ બાબતે તટસ્‍થ તપાસહાથ ધરીને જવાબદાર અધિકારીઓ સામે ગુન્‍હો દાખલ કરવામાં આવે.

ભુગર્ભ ગટરમાં મૃત્‍યુ પામેલા બંને વ્‍યકિતના પરીવારને રાજય સરકાર અને કેન્‍દ્ર સરકાર દ્વારા પચ્‍ચીસ લાખની સહાય આપવામાં આવે અને વારસાગત પરિવારના સભ્‍યોને કાયમી નોકરી આપવામાં આવે.

અને આવા બનાવો ફરી વખત બને નહિ તેની તાકીદારી દાખવીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સફાઇ કર્મચારીઓને તમામ સાધન સુરક્ષાની સવલતો પૂરી પાડીને બંધારણીય અધિકાર આપવા આવે એવી  રાષ્‍ટ્રીય મુળ નિવાસી પંચાયત પરિષદ દ્વારા માંગ કરવામાં આવી છે.

(3:56 pm IST)