Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

સરકાર દ્વારા શાષાી મેદાનમાં હસ્‍તકલા હાટઃ૮ રાજયોના કારીગરો દ્વારા વેંચાણ-પ્રદર્શન

રાજકોટ તા. ર૩: શાષાી મેદાન, રાજકોટમાં ઉત્તર પૂર્વે રાજયો અને ગુજરાતની કલા સંસ્‍કૃતિનાં સમન્‍વયથી હાથશાળ-હસ્‍તકલાના કલા-કારીગરોને માર્કેટિંગ પ્‍લેટફોર્મ માટે જીવંત નિદર્શન સાથે પ્રદર્શન-સહ-વેચાણનું તા. ર૬ થી તા. ર૮ દરમ્‍યાન ‘‘હસ્‍તકલા હાટ'' ઇન્‍ડેક્ષ્ટ-સી દ્વારા આયોજન કરેલ છે.

ગુજરાત રાજયના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્‍તક કમિશનર કુટિર અને ગ્રામોદ્યોગના નેજા હેઠળ ઇન્‍ડેક્ષ્ટ-સી દ્વારા હાથશાળ-હસ્‍તકલાનાં કારીગલરોને રાજયના વિવિધ શહેરો તથા ગુજરાત બહારના અન્‍ય રાજયોમાં માર્કેટિંગ પ્‍લેટફોર્મ પુરૂ પાડવામાં આવે છે. રાજયના અંતરિયાળ ગામોનાં હસ્‍તકલા-હાથશાળ, કુટિર અને ગ્રામોદ્યોગની વંશપરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતા કારીગરો દ્વારા રાજયના ભવ્‍ય, ભાતિગળઅ ને વૈવિધ્‍યપૂર્ણ કલા-વારસાની ગુજરાતની હસ્‍તકલાને ઉજાગર કરવા પ્રદર્શન-સહ-નિદર્શન યોજવામાં આવે છે.

આ ‘‘હસ્‍તકલા હાટ''માં ઉત્તર પૂર્વનાં આસામ, અરુણાચલ પ્રદેશ, મણીપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્‍ડ, સિક્કિમ, ત્રિપુરા મળી ૮ રાજયોની શીતલપટ્ટી, કેન એન્‍ડ બામ્‍બુ, મોતીકામ, બ્‍લેક સ્‍મિથ, ડ્રાય ફલાવર, બાસ્‍કેટ ટ્રે, જયુટ-વુડન વર્ક, જવેલરી, ડોલ એન્‍ડ ટોઝ તેમજ ટેક્ષટાઇલ હેન્‍ડલૂમ એન્‍ડ હેન્‍ડીક્રાફટની વિવિધ કલા-કારીગરીનાં ક્રાફટ સ્‍ટોલ તથા ઓર્ગેનીક ફૂડનાં સ્‍ટોલ ૪૯ જેટલા સ્‍ટોલમાં ૯૦ થી વધુ કારીગરો તથા સહાયક કારીગરો ભાગ લેનાર છે. જે સાથે ગુજરાત રાજય પ૦ થી વધુ સ્‍ટોલોમાં વિવિધ જિલ્લાના કલા-કસબીઓ ભાગ લેનાર છે. આ કલા-કારીગરો દ્વારા માટી કામ, કચ્‍છી-બાંધણી, અજરખ બ્‍લોક પ્રીન્‍ટ, કચ્‍છી એમ્‍બ્રમોડરી, લેધર વર્ક, બીડ વર્ડ, ડબલ ઇકત પટોળા વણાટ, કચ્‍છી શાલ, હેન્‍ડલૂમ વસ્‍તુનું વણાટ, સાડી-દુપટા-શાલ વુલન-હેન્‍ડલૂમ વસ્‍તુઓ, પેચ વર્ક, મીનાકારી વર્ક, મોતીકામ, ગૃહ સુશોભનની વિગેરે હાથશાળ-હસ્‍તકલાની વિવિધ ચીજ-વસ્‍તુનું જીવંત નિદર્શન સાથે પ્રદર્શન-સહ-વેચાણ કરવામાં આવનાર છે. જેમાં એવોર્ડ, લુપ્‍ત થતી કલા, સહકારી મંડળી, કલસ્‍ટર સહીત અનેક શ્રેષ્‍ઠ કલા-કારીગરો ભાગ લેનાર છે. ગુજરાતની હાથશાળ-હસ્‍તકલાની વિવિધ ચીજ વસ્‍તુની એક આગવી ઓળખ ઉભી થાય તે માટે ગુજરાત રાજય હાથશાળ અને હસ્‍તકલા વિકાસ નિગમ દ્વારા ગરવી-ગુર્જરી એમ્‍પોરીયાનો શોરૂમનું આયોજન કરેલ છે.

 રાજકોટ મેળાનું ગુજરાત રાજય હાથશાળ અને હસ્‍તકલા વિકાસ નિગમ લિ. તથા અમદાવાદ અને માધવપુર (પોરબંદર)નું ઇન્‍ડેક્ષ્ટ-સી દ્વારા સંચાલન કરવામાં આવનાર છે. આ સમગ્ર ‘‘હસ્‍તકલા હાટ'' મેળાઓ ઇન્‍ડેક્ષ્ટ-સીના કાર્યવાહક નિયામકશ્રી ડી. એમ. શુકલ જી.એ.એસ.ના દિશા-સૂચન કરેલ છે. આયોજન માટે શ્રી પ્રવીણ સોલંકી આઇ.એ.એસ. ચેરમેનશ્રી, ઇન્‍ડેક્ષ્ટ-સી અને સચિવશ્રી, ઉદ્યગ અને ખાણ વિભાગ, ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ આયોજન કરેલ છે.

‘‘હસ્‍તકલા હાટ''માં ઉત્તર પૂર્વ તેમજ ગુજરાત રાજયના કારીગરોને ભાગ લેવા અને રાજકોટની કલાપ્રેમી જનતાને આ હસ્‍તકલા હાટની મુલાકાત લઇ કારીગરોને પ્રોત્‍સાહિત કરવા ગુજરાત રાજય હાથશાળ અને હસ્‍તકલા વિકાસ નિગમ લિ.ના મેનેજીંગ ડીરેકટરશ્રી મમતા હિરપરા (આઇ.આઇ.એસ.) દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે.

(4:27 pm IST)