Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2024

રાજકોટમાં સર્જાશે રાજસ્‍થાની માહોલ : અખિલ મેવાડ નવયુવક મંડળ દ્વારા સોમવારે રંગારંગ હોળી મહોત્‍સવ

મારવાડી ચાંગ નૃત્‍ય, રાજસ્‍થાની કાલબેલીયા નૃત્‍ય, ઘુંમર સહીતના લોકનૃત્‍યોની થશે પ્રસ્‍તુતિ

રાજકોટ તા. ૨૩ : અખિલ મેવાડ નવયુવક મંડળ દ્વારા તા. ૨૫ ના સોમવારે રંગારંગ રાજસ્‍થાની હોળી ઉત્‍સવનું આયોજન કરાયુ છે.

અકિલા' ખાતે વિગતો વર્ણવતા મંડળના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે રાજકોટમાં અનેક રાજસ્‍થાની મેવાડી પરિવારો વસે છે. જે લોકો વતનમાં જઇ ન શકયા હોય તેઓને અહીંજ રાજસ્‍થાની મારવાડી માહોલ મળી રહે તે માટે રાજકોટમાં દર વર્ષે હોળી ઉત્‍સવનું આયોજન કરાવમાં આવે છે.

આ વર્ષે પણ રોજવેલી પાર્ટી પ્‍લોટ ખાતે રંગારંગ રાજસ્‍થાની હોળી ઉત્‍સવનું આયોજન તા. ૨૫ ના સોમવારે સાંજે પ વાગ્‍યાથી મોડી રાત્રી સુધી કરાયુ છે. જેમાં ગેર નૃત્‍ય, ઘુમ્‍મર નૃત્‍ય સહીતની પ્રસ્‍તુતી થશે. બાદમાં રાજસ્‍થાની ભોજન દાલ-બાટી, ચુરમા સહીતના વ્‍યંજનો પીરસાશે.

આ મહોત્‍સવમાં પરષોતમભાઇ રૂપાલા, ભાનુબેન બાબરીયા, ઉદયભાઇ કાનગડ, દર્શીતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, રાજુભાઇ ભાર્ગવ, અશોકભાઇ ગઢવી, પ્રદીપભાઇ ડવ, સુરેન્‍દ્રસિંહ વાળા, રાજેશ્રીબેન ડોડીયા, ગજેન્‍દ્રસિંહ રાઠોડ, મુકેશભાઇ દોશી, વિરેન્‍દ્રસિંહ ઝાલા, નયનાબેન પેઢડીયા, વિજયસિંહ જાડેજા (ચાંદલી), જયેશભાઇ બોઘરા, કૃષ્‍ણસિંહ જાડેજા, વિજયભાઇ મારૂ, ભુપતભાઇ બોદર, જયમીનભાઇ ઠાકર, દિલીપભાઇ પટેલ સહીતના મહેમાનો ઉપસ્‍થિત રહેશે.

સમગ્ર મહોત્‍સવ માટે અખિલ મેવાડ નવયુવક મંડળના સભ્‍યો જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં અકિલા' ખાતે વિગતો વર્ણવતા મેવાડ મંડળના સર્વશ્રી ઉમેશભાઇ આમેટા, પ્રદીપભાઇ આમેટા, વિનોદભાઇ આમેટા, દિનેશભાઇ આમેટા (મો.૮૦૦૦૯ ૦૪૦૦૮), માધવભાઇ અમેટા, ઉમેશભાઇ આમેટા (મો.૮૦૯૪૧ ૬૧૦૯૯), માધવભાઇ આહીર, મુકેશભાઇ આમેટા, શંકરભાઇ આહીર વગેરે નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:15 pm IST)