Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

રવિવારે રોટરી લલીતાલય હોસ્‍પિટલ ખાતે ફેફસાના રોગો માટે કેમ્‍પઃ નામ નોંધણી

અમદાવાદની એપીક હોસ્‍પિટલના ડો.જયકુમાર મહેતા સેવા આપશે

રાજકોટ : માત્ર અમદાવાદનું જ નહિં પરંતુ સમગ્ર ગુજરાતનું ફેફસાને લગતી બીમારીઓના નિદાન તથા ઉપચાર માટેનું અત્‍યાધુનિક અને સર્વશ્રેષ્‍ઠ કેન્‍દ્ર એટલે એપીક મલ્‍ટી સ્‍પેશ્‍યાલીટી હોસ્‍પિટલ, અમદાવાદનો પલ્‍મોનોલોજી વિભાગ, સીનીયર કન્‍સલ્‍ટન્‍ટ ઈન્‍ટરવેન્‍શનલ એન્‍ડ ટ્રાન્‍સપ્‍લાન્‍ટ પલ્‍મોનોલોજીસ્‍ટ, એલર્જી - અસ્‍થમા અને સ્‍લીપ ડિસોડર્સ સ્‍પેશ્‍યાલીસ્‍ટ એવા પલ્‍મોનોલોજી વિભાગના વડા, ફેફસાના રોગોના નિષ્‍ણાંત ડો.જયકુમાર મહેતા દ્વારા, રોટરી કલબ રાજકોટ મીડટાઉનના સૌજન્‍યથી આયોજીત ખાસ કેમ્‍પમાં શ્વાસને લગતા રોગોથી પીડાતા દર્દીઓના નિદાન તથા સારવાર કરવામાં આવશે.

૪૦ હજારથી પણ વધારે હૃદયરોગની સર્જરીનો અનુભવ ધરાવતા ખ્‍યાતનામ સર્જન અને એપીક મલ્‍ટીસ્‍પેશ્‍યાલીટી હોસ્‍પિટલ, અમદાવાદના સ્‍થાપક ડો.અનિલ જૈન, જેઓ ૩૦ થી વધુ વર્ષોથી લોકોના સ્‍વાસ્‍થ્‍યની સુખાકારી માટે કાર્યરત છે. ડિપાર્ટમેન્‍ટ ઓફ પલ્‍મોનોલોજી એટલે કે ફેફસાના રોગોનો વિભાગ, જેમાં અદ્યતન અને નવીનતમ સુવિધાઓ જેમ કે એડવાન્‍સ્‍ડ બ્રોન્‍કોસ્‍કોપી એન્‍ડોબ્રોન્‍કીયલ અલ્‍ટ્રાસાઉન્‍ડ, ક્રાયોથેરાપી, મીનીમલી ઈનવેસીવ થોરેકોસ્‍કોપી ઉપરાંત એડવાન્‍સ્‍ડ પલ્‍મોનરી ફંકશન ટેસ્‍ટીંગ, ડિફયુઝીંગ કેપેસીટી ટેસ્‍ટીંગ (ડીએલસીઓ), લંગ ઓસીલોમેટ્રી અને અદ્યતન એલર્જી ટેસ્‍ટીંગની સુવિધાઓ ઉપલબ્‍ધ કરવામાં આવી હોવાનું યાદીમાં જણાવાયુ છે.

આ કેમ્‍પમાં ફેફસાના રોગોના નિષ્‍ણાંત ડો.જયકુમાર મહેતા (એમ.બી.બી.એસ. - ગોલ્‍ડ મેડાલીસ્‍ટ, એમ.ડી., ડી.એન.બી., પી.ડી.એફ ફ્રોમ સી.એમ.સી. વેલ્લોર) સેવા આપશે.

કેમ્‍પ તા. ૨૮ના રવિવાર સવારે ૯ થી બપોરે ૧ વાગ્‍યા સુધી સ્‍થળ રોટરી લલીતાલય હોસ્‍પિટલ (ડાયાબીટીસ પ્રિવેન્‍શન એન્‍ડ મેનેજમેન્‍ટ સેન્‍ટર), ૬ ગીત ગુર્જરી સોસાયટી રોડ, એરપોર્ટ મેઈન રોડ, હોટલ પેટ્રીયા સ્‍યુટ્‍સની સામે, રાજકોટ ખાતે યોજાશે.

રજીસ્‍ટ્રેશન જરૂરી હોય સંપર્ક કેનીભાઈ - ૯૮૨૫૦ ૪૯૧૫૧, રોટરી લલીતાલય હોસ્‍પિટલ - ૦૯૪૦૯૩ ૩૦૦૩૪/૫ - ૦૨૮૧ ૨૪૪૦૨૪/૨૫.

(2:43 pm IST)