Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

૧ર વર્ષની બાળાનો પીછો કરી જાતીય સતામણીઃ પોલીસે કરણ રામાવતને પકડયો

બાળાની માતાએ ઠપકો આપતા રીક્ષા ચાલક કરણે ગાળો દીધી

રાજકોટ તા. ર૩ :.. સામાકાંઠા વિસ્‍તારમાં શાળાએ જતી ૧ર વર્ષની બાળાનો પીછો કરી જાતીય સતામણી કરનાર મચ્‍છાનગરના રીક્ષા ચાલકને બી ડીવીઝન પોલીસે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ સામાકાંઠા વિસ્‍તારમાં રહેતી ૧ર વર્ષની બાળા દરરોજ ઘરેથી શાળાએ જતી હતી ત્‍યારે એક શખ્‍સ બાળકીનો પીછો કરી તેને હેરાન પરેશાન કરતો હતો. ત્‍યારબાદ બાળકીએ તેના માતા- પિતાને વાત કરેલ કે, છેલ્લા એક મહિનાથી પોતે જયારે શાળાએ જતી હતી ત્‍યારે એક શખ્‍સ પોતાનો પીછો કરી ખરાબ ઇશારા કરી હાથ પકડી જાતીય સતામણી કરતો હોવાની વાત કરતા બાળકીની માતા એ અગાઉ પાડોશમાં રહેતા  કરણ રામાવતને પોતાની દીકરીની છેડતી કરવાની ના પાડી ઠપકો આપતા કરણે બાળકીની માતાને ગાળો આપી હતી. બાદ બાળકીની માતાએ બી ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે  બાળકીની માતાની ફરીયાદ દાખલ કરી આરોપી કરણ સુરેશદાસ રામાવત (ઉ.રર) (રહે. મંચ્‍છાનગર, ખોડીયાર ગૌશાળામાં જૂના માર્કેટીંગ યાર્ડની પાછળ)ની ધરપકડ કરી પીએસઆઇ એ. બી. ચૌધરી તથા મનોજભાઇએ તપાસ હાથ ધરી છે. કરણ રામાવત રીક્ષા ચલાવે છે. અને તેને સંતાનમાં એક પુત્ર છે.

(3:52 pm IST)