Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

જંગલેશ્વર વિસ્તારમાંથી ૧૧ કિલો ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. ર૩: રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તાર પાસે અત્રેના ગાંજાના કેસમાં અરજદાર/આરોપી હબીબ હારૃનભાઇ ખીયાણી, રહે. જંગલેશ્વર, શેરી નં. ૯, રાજકોટવાળાને રાજકોટ એન.ડી.પી.એસ. સ્પે. કોર્ટ દ્વારા કાયમી જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ હતો.

આ કેસની હકીકત એવી છે કે, સને ર૦ર૪ ની સાલમાં આ કામના ફરીયાદી તથા તેમનો સ્ટાફ તા. ૧૪-૦ર-ર૦ર૪ના રોજ જંગલેશ્વર વિસતાર ઉપર પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ત્યાં આવેલ કાજલ પાનવાળી શેરી તરફ મેટ બ્લેક કલરનું મોટર સાયકલ એકસેસ દુરથી આવતું જોવામાં આવતા પોલીસ ઇન્સ્પેકટર સાહેબશ્રીએ આ મોટર સાયકલ કોર્ડન કરી મોટર સાયકલ ઉભું રાખવાનો ઇશારો કરતા આ મોટર સાયકલ જંગલેશ્વર શેરી નં. ૯ માં રહેતા આરોપી હબીબ હારૃનભાઇ ખીયાણીના ઘરની સામે ઉભું રહેતા તે મોટર સાયકલના આગળના ભાગે કાળા કલરનો શંકાસ્પદ બેગ જોવામાં આવતા જેનું એફ.એસ.એલ. અધિકારી દ્વારા પ્રાથમિક પરિશ્રણ કરતા અને તે મુદામાલનું વજન કરતા આશરે ૧૧ કિ.ગ્રા. તેની કિંમત રૃા. ૧,૦૦,૦૦૦/- થતી હોય, જે સગીર પાસેથી મળી આવેલ જથ્થો નાર્કોટીક સબસ્ટન્સ હેઠળ આવતો હોય, જેથી હાલના આરોપીઓની અટક કરતા રાજકોટ શહેર ભકિતનગર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એકટની કલમ ૮(સી), ર૦(બી), ર૯ મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો, ત્યારબાદ આ કામના આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવેલ હોય.

આ કામના અરજદાર/આરોપી હબીબ હારૃનભાઇ ખીયાણીએ તેના એડવોકેટ ગૌરાંગ પી. ગોકાણી મારફત રેગ્યુલર જામીન મુકત કરવા અરજી કરવામાં આવેલી હતી અને તે અરજીમાં આરોપીના વકીલની દલીલોને તથા સુપ્રિમ કોર્ટ તથા હાઇકોર્ટના ચુકાદાઓને ગ્રાહય રાખીને તથા સરકારી વકીલશ્રીની દલીલોને ધ્યાને લઇને રાજકોટ સેશખ્સ કોર્ટ દ્વારા ઉપરોકત આરોપીને પ૦,૦૦૦/-ના રેગ્યુલર જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ હતો.

આ કામમાં આરોપી વતી રાજકોટ એડવોકેટ ગૌરાંગ પી. ગોકાણી, વૈભવ બી. કુંડલીયા તથા લીગલ આસી. શિવરાજસિંહ એમ. જાડેજા રોકાયેલ હતા.

(3:55 pm IST)