Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

મોચીબજારના નાથાભાઇ ભાડુલાનું પડધરી પાસે રિક્ષા પલ્‍ટી જતાં મોત

જોડીયા ઉર્ષમાંથી પરત આવતી વખતે ૬ઠ્ઠીએ અકસ્‍માત નડયો હતો

રાજકોટ તા. ૨૩: મોચી બજાર ચામડીયા ખાટકીવાસમાં રહેતાં નાથાભાઇ અબ્‍દુલભાઇ ભાડુલા (ખાટકી) (ઉ.વ.૬૫) નામના વૃધ્‍ધને ગત તા. ૬ના રોજ પડધરી નજીક રાધે કાઠીયાવાડી હોટેલ પાસે અકસ્‍માતમાં ઇજા થઇ હતી. સારવાર દરમિયાન ગત રાતે તેમણે દમ તોડી દેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના દેવરાજભાઇએ પડધરી પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર નાથાભાઇ ત્રણ ભાઇમાં મોટા હતાં. સંતાનમાં ત્રણ પુત્રી છે. પોતે રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં. તા. ૬ના રોજ તેઓ કોઇની રિક્ષામાં બેસી જોડીયા ઉર્ષમાં ગયા હતાં. ત્‍યાંથી પરત રાજકોટ આવતી વખતે રિક્ષા ડિવાઇડરમાં અથડાતાં અકસ્‍માત સર્જાયો હતો. જેમાં નાથાભાઇને ઇજાઓ પહોંચી હતી. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

 

(11:08 am IST)