Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

ગાયત્રીનગર રોડ પર છેડતી કરતાં દીપ ઉર્ફ રાજદીપને દૂર્ગા શકિત ટીમે પકડયો

પીઆઇ એલ. એલ. ચાવડાની રાહબરીમાં કાર્યવાહી

રાજકોટઃ ગાયત્રીનગર મેઈન રોડ પર જલારામ ચોકમાં માર્સ કોમ્‍પ્‍યુટર કલાસીસ પાસે ઉભો રહી રસ્‍તે પસાર થતી છોકરીઓ મહિલાઓને આંખથી તેમજ હાથથી ઇશારા કરી હેરાન કરતા શખ્‍સ દીપ ઉર્ફે રાજદીપ નાનજીભાઇ સબાડ (ઉ.વ.૨૦ રહે દિવ્‍ય પેલેસ એપાર્ટમેન્‍ટ ખોડીયાર હોટલ પાસે ગોંડલ રોડ રાજકોટ)ને પકડી કાયદાનું ભાન કરાવાયું હતું.  શહેર પોલીસ કમિશનરશ્રી ખુરશીદ એહમદ, ડીસીપી ઝોન-૧ -વિણકુમાર મિણા તથા એ.સી.પી. એચ.એલ.રાઠોડની સૂચના અને પીઆઇ એલ.એલ.ચાવડાની રાહબરીમાં પીએસઆઇ એચ.એન.રાયજાદા, હેડકોન્‍સ દિલીપભાઇ બોરીચા તથા પો.કોન્‍સ મનીષભાઇ ચાવડા, દુર્ગા શકિતની ટીમની કોન્‍સ જાગળતીબેન ચાવડા સહિતે આ કામગીરી કરી હતી.

(2:42 pm IST)