Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

દ્વારકાથી નિકળેલ આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા કાલે રાજકોટમાં: બે દિ' ફરશે

રાજકોટ તા. ર૩: આમ આદમી પાર્ટી ગુજરાતની તમામ ૧૮ર વિધાનસભા વિસ્‍તારને આવરી લેવાના ઉદેશ સાથે ૧પ મે ર૦રર થી ગુજરાતના અલગ અલગ ૬ સ્‍થાનો પરથી પરીવર્તન યાત્રાનો પ્રારંભ થયેલ છે તે પૈકી તા. ૧પના દ્વારકાથી પ્રસ્‍થાન થયેલ યાત્રા સૌરાષ્‍ટ્રના અલગ અલગ જિલ્લામાં આપ નેતા ઇસુદાનભાઇ ગઢવી અને ઇન્‍દ્રનિલ રાજયગુરૂની આગેવાનીમાં જે યાત્રા ફરી રહી છે તે પરિવર્તન યાત્રા તા. ર૪ અને રપ મે ર૦રર ના રોજ બે (ર) દિવસ રાજકોટમાં વિધાનસભા-૬૮, ૬૯, ૭૦ માં આવી રહી છે.
તા. ર૪ ને મંગળવાર સવારે ૮-૩૦ કલાકે રામનાથ મહાદેવથી પ્રસ્‍થાન કરીને ત્રિકોણ બાગ ખાતે પૂર્ણ કરી વિરામ લેશે. ત્‍યારબાદ બપોરે ૪ કલાકે શ્રી રણછોડદાસ બાપુ આશ્રમેથી પ્રસ્‍થાન કરી મોરબી જકાત નાકે પૂર્ણ થશે. તા. રપના બુધવારે સવારે ૮-૩૦ કલાકે પંચનાથ મહાદેવ મંદિરથી પ્રસ્‍થાન કરશે અને ગાંધીગ્રામ સ્‍થીત નકલંક ચોક ખાતે વિરામ કરશે. ત્‍યારબાદ બપોરે ૪ કલાકે નાના મૌવા રોડ પર સુર્યમંદિર હનુમાનથી પ્રસ્‍થાન કરી સાંજે ૭ કલાકે હુડકો પોલીસ ચોકીએ યાત્રા પૂર્ણ થશે. ત્‍યારબાદ ત્‍યાં વિશાળ જનસભામાં ફેરવાશે.
યાત્રા સફળ બનાવવા માટે સંગઠન મહામંત્રી રાહુલભાઇ ભુવા મહામંત્રી સંજયસિંહ વાઘેલા, મહામંત્રી કે. કે. પરમાર, ઝોન પ્રભારી રાકેશભાઇ સોરઠીયા, વિપુલભાઇ તેરૈયા, ભાવેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ અલગ અલગ આગેવાનોને જવાબદારી સોંપવામાં આવેલ છે. યાત્રાના દરેક ચરણને સફળ બનાવવા યાત્રાના ઇનચાર્જ અને સહ ઇનચાર્જની જવાબદારી આગેવાનોને સોંપવામાં આવી છે. તા. ર૪ સવારે ઇનચાર્જ અશોકભાઇ મકવાણા, જયદિપ નિમ્‍બાર્ક બપોરે મુન્‍નાભાઇ ગઢવી, હાર્દિકભાઇ રાબડીયા તા. રપ-૦પ-ર૦રર સવારે દિનેશભાઇ જોષી, લાલજીભાઇ ચૌહાણ, બપોરે ભાવેશભાઇ પટેલ, પ્રભાતભાઇ હુંબલને રહેશે. તેમ શહેર અધ્‍યક્ષ શિવલાલ પટેલ તથા આપ કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયાની સંયુકત યાદી જણાવે છે.

 

(3:27 pm IST)