Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

રાજકોટ જિલ્લામાં જંત્રી રી-સર્વેની ૫૬ ટકાથી વધુ કામગીરી પૂર્ણ

૫૪૭ પૈકી ૨૮૫ ગામોમાં પૂર્ણ - ૪૫૧ ગામોમાં પ્રગતિ હેઠળ

રાજકોટ :રાજ્ય સરકાર દ્વારા જંત્રી રી-સર્વે કરવા માટે ખાસ અભિયાન હાથ ધરાયુ છે. જે મુજબ કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ અંદાજે ૩૦૦ જેટલા કર્મચારીઓ દ્વારા રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાઓમાં જંત્રી રીવીઝનની કામગીરીનો પ્રારંભ તા. ૧૫ મે થી કરવામાં આવ્યો છે.

હાલ રાજકોટના જિલ્લાના ૧૧ તાલુકામાં ૫૪૭ ગામોમાં રીસર્વે માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે પૈકી રાજકોટ તાલુકાના ૫૪૭ ગામો પૈકી ૨૮૫ ગામોમાં કામગરી પૂર્ણ થઈ ચુકી છે, જયારે ૪૫૧ ગામોમાં કામગીરી ચાલી રહી છે. 

 તાલુકાવાર જોઈએ તો રાજકોટ તાલુકાના ૬૭ ગામો પૈકી ૬૫ ગામોમાં જંત્રી રી-સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં ૧૫ ગામોમાં કામગીરી પૂર્ણ થઈ ચુકી છે. ધોરાજી તાલુકાના તમામ ૩૦ ગામોમાં કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં ૧૫ ગામોમાં કામગીરી પૂર્ણ થઈ ચુકી છે,  ગોંડલ તાલુકાના ૮૧ ગામો પૈકી ૭૯ ગામોમાં કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં ૧૫ ગામોમાં કામગીરી પૂર્ણ થઈ ચુકી છે. જામકંડોરણા તાલુકાના ૪૭ ગામો પૈકી ૩૮ ગામોમાં કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં ૨૯ ગામોમાં કામગીરી પૂર્ણ થઈ ચુકી છે. જસદણ તાલુકાના ૬૦ ગામો પૈકી ૫૦ ગામોમાં કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં ૩૬ ગામોમાં કામગીરી પૂર્ણ થઈ ચુકી છે. જેતપુર તાલુકાના ૪૮ ગામોમાં કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં ૩૦ ગામોમાં કામગીરી પૂર્ણ થઈ ચુકી છે. કોટડા-સાંગાણી તાલુકાના તમા ૩૯ ગામોમાં કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં ૨૮ ગામોમાં કામગીરી પૂર્ણ થઈ ચુકી છે. લોધીકા તાલુકાના તમામ ૨૭ ગામોમાં કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં ૨૪ ગામોમાં કામગીરી પૂર્ણ થઈ ચુકી છે. પડધરી તાલુકાના ૫૩ ગામો પૈકી ૩૨ ગામોમાં કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં ૩૨ ગામોમાં કામગીરી પૂર્ણ થઈ ચુકી છે. ઉપલેટા તાલુકાના ૪૯ ગામો પૈકી ૩૬ ગામોમાં કામગીરી પૂર્ણ થઈ ચુકી છે. વિંછીયા તાલુકાના ૪૬ ગામો પૈકી ૩૦ ગામોમાં કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં ૨૫ ગામોમાં કામગીરી પૂર્ણતા સાથે કુલ ૫૬ ટકાથી વધુ કામગીરી પૂર્ણ થઈ હોવાનું જિલ્લા વહીવટી તંત્રની યાદીમાં જણાવ્યું છે.

 

(12:53 am IST)