Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

મણીયાર કવાર્ટસ ભયગ્રસ્‍ત જાહેરઃ ખાલી કરવા અંતિમ નોટીસ

મનપા દ્વારા સ્‍ટ્રકચર સ્‍ટેબીલીટી કરાવાઇ : કુદરતી આપતીઓ સામે ઝીંકજીલી શકે તેમ ન હોવાનો રિપોર્ટ Ñ સૌરાષ્‍ટ્ર હાઇસ્‍કુલ સામેના કવાર્ટર એકદમ જર્જરીત : કુલ Ñ૨૦૮માંથી ૩૮ ફલેટ ધારકોને આજે તંત્ર દ્વારા નોટીસ અપાઇ

અરવિંદભાઇ મણીયાર કવાર્ટરનો ૩૮ ફલેટ ધારકોને મનપા તંત્ર દ્વારા જગ્‍યા ખાલી કરવા આજે નોટીસ આપવામાં આવી હતી તે વખતની તસવીર. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ,તા. ૨૨ : શહેરમાં ૪૦ વર્ષ પહેલા પીપીપી ધોરણે સૌરાષ્‍ટ્ર હાઇસ્‍કુલ સામે અરવિંદભાઇ મણીયાર કવાર્ટસને આજે મનપાએ ભયગ્રસ્‍ત જાહેર કરવાની સાથે ત્‍યાં રહેતા પરિવારોને તુરંત જગ્‍યા છોડી જવા અંતિમ નોટીસ આપી છે.

મનપાએ આપેલ નોટીસમાં જણાવ્‍યા મુજબ સૌરાષ્ટ્ર હાઇસ્‍કુલ સામે અરવિંદભાઇ મણીયાર કવાર્ટસમાં આવેલા તમારા માલિકી /કબજા વાળા સંયુકત. બિલ્‍ડીંગનો મહતમ ભાગ ભયગ્રસ્‍ત થયેલ હોય, આ બિલ્‍ડીંગમાં વધુ નુકશાની થયેથી સમગ્ર બિલ્‍ડીંગને મોટા પાયે નુકશાન થવા કે બિલ્‍ડીંગનાં પડવાથી જાન-માલની નુકશાન થવાની સંભાવના હોય, જી.પી.એમ.સી.ની કલમ -૨૬૪ અન્‍વયે ભયજનક ભાગ દુર કરી, ભયમુકત કરી સ્‍ટ્રકચર એન્‍જીનીયર પાસે સ્‍ટેબીલીટી સર્ટીફીકેટ મેળવી રજુ કરવા નોટીસ આપવામાં આવેલ છે.

ઉપરોકત નોટીસ અન્‍વયે બિલ્‍ડીંગના ભયજનક ભાગ ભય મુક્‍ત કરવા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી, અને તમારા દ્વારા સ્‍ટ્રકચર એન્‍જીનીયર પાસે સ્‍ટેબીલીટી સર્ટીફીકેટ મેળવી રજુ કરવામાં આવેલ નથી કે નોટીસનો કોઈ જવાબ આપવામાં આવેલ નથી, જે ખુબ ગંભીર બાબત છે.

આ બિલ્‍ડીંગનું બાંધકામ અંદાજીત ૪૦ વર્ષ જુનું હોઈ અને સંપૂર્ણ બિલ્‍ડીંગ જર્જરિત હોઈ, રાજકોટ મહાનગર પાલિકાના માન્‍ય સ્‍ટ્રકચર એન્‍જીનીયર પાસે સ્‍ટ્રકચરની સ્‍ટેબીલીટી ચકાસણી કરવામાં આવેલ છે. તેઓ દ્વારા આ બિલ્‍ડીંગના મહતમ ભાગો જર્જરિત હોઈ, આ સંપૂર્ણ બિલ્‍ડીંગ સંવેદનશીલ અને ભયજનક હોવાનું જણાવેલ છે, કુદરતી આપતી જેવી કે વાવાઝોડું, ભારે વરસાદ અને ભૂકંપ સામે સ્‍ટ્રકચરલી સ્‍ટેબલ ન હોવાનો રીપોર્ટ આપેલ છે.  

સંપૂર્ણ બિલ્‍ડીંગ ખૂબજ ભયજનક સ્‍થિતીમાં હોય, આ બાંધકામ પડી જાય તો ગંભીર પ્રકારની જાનહાની થઇ શકે તેવી સંભાવના અમોને જણાય છે. આ કારણથી બાંધકામનો ઉપયોગ તાત્‍કાલિક બંધ કરવા માટે જી.પી.એમ.સી. એકટની કલમ ૨૬૮ અન્‍વેય વેસ્‍ટ ઝોનના સ્‍પે સીટી એન્‍જીનીયર દ્વારા નોટીસ આપવામાં આવી છે.

(3:34 pm IST)