Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

રાજુભાઇ પોબારૂ અમેરીકાના પ્રવાસે

રર દિવસ માટે યુ.એસ. જવા રવાનાઃ અગ્રણી સંસ્‍થાઓ દ્વારા શુભેચ્‍છા : રાજકોટ લોહાણા મહાજન, આરસીસી બેન્‍ક, રાજકોટ કોમર્શીયલ સેન્‍ટર (સટ્ટાબજાર) ના હોદેદારો-સત્તાધીશો દ્વારા ‘હેપી-સેઇફ વોયેજ' પાઠવવામાં આવ્‍યું: ડો. પરષોતમભાઇ પીપરીયા, ડો.નિશાંતભાઇ ચોટાઇ, હસમુખભાઇ સેજપાલ,છબીલભાઇ પોબારૂ સહિતના અગ્રણીઓની ઉપસ્‍થિતી

રાજકોટ તા. ર૩ :.. વિશ્વનું સૌથી મોટું લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' તથા રાજકોટ કોમર્શીયલ સેન્‍ટર (સટ્ટાબજાર) ના પ્રમુખ અને ‘પ્રભુ ગ્રુપ' બિલ્‍ડર્સ (પ્રભુનવમ, પ્રભુ હાઇટસ, પ્રભુ ફાર્મ એન્‍ડ રીસોર્ટ)ના કર્તાહર્તા - સમાહર્તા શ્રી રાજુભાઇ પોબારૂ આજરોજ ફેમિલી સાથે રર દિવસ માટે ડ્રીમ ડેસ્‍ટીનેશન ગણાતા અમેરીકાના પ્રવાસે જવા રવાના થયા છે. ત્‍યાં તેઓ બોસ્‍ટન, નાયેગ્રા-ફોલ્‍સ, ન્‍યુયોર્ક, લોસ એન્‍જલસ, સન ફ્રાન્‍સીસ્‍કો, લાસ વેગાસ સહિતના સ્‍થળોની મુલાકાત લેશે, સાથે - સાથે ગુજરાતી સમાજ તથા રઘુવંશી સમાજના અગ્રણીઓની પણ શુભેચ્‍છા મુલાકાત કરશે તેવું રાજુભાઇ પોબારૂએ ‘અકિલા' ને જણાવ્‍યું હતું. રાજુભાઇ પોબારૂની યુ.એસ.ની મુલાકાત સંદર્ભે રાજકોટની અગ્રણી સંસ્‍થાઓ દ્વારા ગઇકાલે તેઓને શુભેચ્‍છા પાઠવવામાં આવી હતી. જેમાં આરસીસી બેન્‍કના સીઇઓ અને કાયદેઆઝમ ડો. પરષોતમભાઇ પીપરીયા, રાજકોટ લોહાણા મહાજનના કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, શ્રી છબીલભાઇ પોબારૂ, રાજકોટ કોમર્શીયલ સેન્‍ટરના વાઇસ ચેરમેન શ્રી હસમુખભાઇ સેજપાલ અને એડવાઇઝરી બોર્ડના શ્રી ભરતભાઇ વસા, રાજકોટ લોહાણા મહાજનના મંત્રી શ્રીમતિ રીટાબેન કોટક, ઓડીટર ધવલભાઇ ખખ્‍ખર, ટ્રસ્‍ટીઓ ડો. પરાગભાઇ દેવાણી, કિશોરભાઇ કોટક, હિરેનભાઇ ખખ્‍ખર, ધવલભાઇ કારીયા, રાજકોટ કોમર્શીયલ સેન્‍ટર (સટ્ટાબજાર)ના ડાયરેકટરો શ્રી કિર્તીભાઇ બુધ્‍ધદેવ, બિમલભાઇ મહેતા, મેહુલભાઇ કોટેચા, વિરલભાઇ કારીયા, ચીફ એકાઉન્‍ટન્‍ટ સુકેશભાઇ મહેતા, સિધ્‍ધાર્થ છબીલભાઇ પોબારૂ, દિશીત રાજુભાઇ પોબારૂ વિગેરે મહાનુભાવો હાજર રહ્યા હતાં. તમામે રાજુભાઇ પોબારૂને સ્‍વસ્‍થતાપૂર્વક-સલામતીપૂર્વક - સુખરૂપ અમેરીકા યાત્રા પૂર્ણ થાય તેવી હૃદયપૂર્વક શુભેચ્‍છા પાઠવી હતી.

(11:59 am IST)