Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

વિરાણી હાઈસ્‍કુલ સંદર્ભેના ઓર્ડરનું અર્થઘટન ‘અર્ધસત્‍ય' વાળુ, સ્‍થાવર મિલ્‍કત વેચાણી નથી અને વેચાશે પણ નહીઃ કાયદેઆઝમ

મિલ્‍કત રજીસ્‍ટરની નોંધમાંથી ‘ટ્રસ્‍ટની ખાનગી માલિકી છે' તે શબ્‍દ કમિશ્નરશ્રીના ઓર્ડરથી રદ કરેલ છે : કોઈપણ ટ્રસ્‍ટનો સોદો કયારેય થઈ શકે નહી, જો ટ્રસ્‍ટનો સોદો થયો હોય તો, તે ફોજદારી અને મની લોન્‍ડરીંગના કાયદા હેઠળ ગેરકાયદેસર છેઃ કાયદેઆઝમ : વિરાણી હાઈસ્‍કુલની મિલ્‍કતની નોંધ સંદર્ભે કરેલ હુકમનુ મિડીયામાં પ્રસિધ્‍ધ થયેલ અર્થઘટન નરોવા- કુંજરવા સમાન ગેરમાર્ગે દોરનારુ : ટ્રસ્‍ટની મિલ્‍કત વેચવાના માહિર શખ્‍સો દ્વારા ઓર્ડરનું ‘અર્ધસત્‍ય' અર્થઘટન કરી પ્રવર્તમાન ટ્રસ્‍ટીઓને પૂર્વ ટ્રસ્‍ટીઓ ગેરમાર્ગે દોરી રહ્યા છે : ચેરિટી કચેરીના દફતરે નોંધણી સમયે રેકર્ડ ઉપરના પ્રાપ્‍તી દસ્‍તાવેજોની સરકારી શરતો સાથે માત્ર વાર માંથી મીટર અને કપાતની નોંધ સાથેનો સુધારો યથાવત રહેશે : ટ્રસ્‍ટ મંડળના બંધારણમાં ટ્રસ્‍ટી નિમવાની રીતના પરીપેક્ષમાં નવા ટ્રસ્‍ટીઓ નિમાયેલ હોય તો, તેવા ફેરફાર રિપોર્ટને પડકારવો તે નકારાત્‍મક વિચારધારાવાળી માનસિકતા હોવાનું ઉજાગર કરે છે

રાજકોટઃ વિરાણી હાઇસ્‍કુલની જમીન બાબતે ફેરફાર રિપોર્ટ નંબર ૬૬૬/ર૦૧૯, તા.૨૫/૧૧/૨૦૧૯ ના રોજ ફેરફાર નોંધ દાખલ કરેલ તે સામે વિરાણી હાઇસ્‍કુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી કાયદેઆઝમ ડો.પરૂષોત્તમ પીપરીયા સહિત અન્‍ય વિદ્યાર્થીઓએ અપીલ દાખલ કરેલ જેનો નંબર ૨/ર૦ર૦ હતો અને વિદ્યાર્થીઓ તરફથી અપીલમાં જે મુદ્દાઓ ઉઠાવેલ હતા તે પૈકીના મહત્‍વના મુદ્‌ાઓને આવરી લઇને સીટી સર્વે સુપ્રિન્‍ટેન્‍ડ અને એડીશનલ મામલતદાર દ્વારા સ્‍ટેટ ઓફ ગુજરાતએ સંયુકત ચેરિટી કમિશ્નરશ્રી સમક્ષ અપીલ દાખલ કરેલ જેનો નંબર ૩/૨ર૦ર૦ હતો.

ઉપરોકત બન્‍ને અપીલના કામમા નામદાર સંયુકત ચેરીટી કમિશ્નર દ્વારા તા.૧૬/૦૫/ર૦૨૩ના રોજ નિવેડો આપવામાં આવેલ જે પૈકી વિદ્યાર્થીઓની અપીલ નંબર ૨/૨૦૨૦ ના કામમાં ચૂકાદો આપતા સંયુકત ચેરિટી કમિશ્નરશ્રી એ જણાવેલ કે, ફેરફાર રિપોર્ટ સમયે વિદ્યાર્થીઓ પક્ષકાર ન હતા તેમજ ત્રાહિત વ્‍યકિત તરીકે અપીલમા દાખલ થવા લીવ ટુ પરમીશનની અરજી કરેલ નથી તેમજ સગીર વિદ્યાર્થીના વાલી તરીકે અપીલમા દાખલ કરવાનો હકક અધિકાર આપોઆપ મળતો નથી તેવા ટેકનીકલ કારણોસર રદ કરેલ છે નહિ કે, ગુણદોષ ઉપર.

વિદ્યાર્થીઓએ કરેલ અપીલના મહત્‍વના મુદ્‌ાઓને આવરી લઇ સરકારશ્રીએ અપીલ નંબર ૩/ર૦ર૦ થી અપીલ કરેલ તે અપીલના કામમા સરકારશ્રીના વિદ્વાન એડવોકેટશ્રી કમલેશ ડોડીયા અને વિદ્યાર્થીએ કરેલ અપીલના વિદ્વાન એડવોકેટશ્રી રવી ગોગીયાએ અપીલ અંગે કરવાની થતી દલીલો કોમન પ્રકારની હોય બન્‍નેએ અરસપરસ પરામર્શ કરતા વિદ્યાર્થીના એડવોકેટશ્રી રવી ગોગીયાએ અપીલ નંબર ૨/ર૦ર૨૦માં કરેલ મૌખિક દલીલોને સરકારશ્રીના એડવોકેટશ્રી એ એડોપ્‍ટ કરેલ હતી.

વિદ્યાર્થીઓ અને સરકારની અપીલના મહત્‍વના મુદ્દાઓ કોમન હતા તે બન્‍ને અપીલના કામમા સંયુકત ચેરિટી કમિશ્નરશ્રીએ ઓર્ડર કરેલ તે પૈકી વિદ્યાર્થીઓની અપીલ અગાઉ જણાવેલ ટેકનીકલ કારણોસર કાઢી નાંખેલ અને સરકારશ્રીની અપીલ ગુણદોષ આધારીત અંશતઃ મંજુર કરેલ. એટલે કે, ૬૬૬/૨૦૧૯ થી નોંધાયેલ છે તે પૈકી પ્રાપ્તિ નોંધ (મિલ્‍કતની પ્રાપ્તિ નોંધમાં ખાનગી શબ્‍દ અને સરકારી શબ્‍દ નોંધેલ છે) તે રદ કરવાનો અને ટ્રસ્‍ટની નોંધણી સમયે થયેલ મુળ નોંધની પ્રાપ્તિ દસ્‍તાવેજોમા જણાવેલ શરતો યથાવત રાખવાનો હુકમ થયેલ છે, જ્‍યારે કપાત બાદ રહેલ જમીનનુ ક્ષેત્રફળ અને વાર માંથી મીટરમાં દર્શાવેલ જમીનનું ક્ષેત્રફળ યથાવત રાખવાનું હુકમ થયેલ છે જે વિદ્યાર્થીના હિતમા હોય વિદ્યાર્થીઓએ કોઈ વિરોધ / અપીલ કરવાની રહેતી નથી.

ટ્રસ્‍ટે ટ્રસ્‍ટની નોંધણી સમયે પીટીઆરમા મિલ્‍કત નોંધાવતા સમયે રજુ કરેલ દસ્‍તાવેજો રજુ થયા છે તે અનુસાર સરકાર નિયંત્રિત સત્તા પ્રકારની શરતોને આધિન મિલ્‍કત આપેલ હોય તે કન્‍ટીન્‍યટી અમલમાં રહે છે. ૨૦૧૯ના ખાનગી જમીન અંગેની બાબતોની નોંધ માંથી ખાનગી માલિકીની જમીન શબ્‍દ રદ કરેલ છે.

વધુમાં સરકારશ્રી કે વિદ્યાર્થી પક્ષકાર દ્વારા આ જમીન ટ્રસ્‍ટને આપવામાં આવેલ નથી કે ટ્રસ્‍ટની માલિકીની નથી તેવી કોઈ દાદ માંગવામાં આવેલ નથી, કેમ કે સરકાશ્રીએ નિયંત્રીત સત્તા પ્રકારની શરતોએ જમીન આપેલ છે અને ઓર્ડર પછી પણ તે નિયંત્રીત સત્તા પ્રકારની બાબત અમલમા રહે છે, એટલે ‘વિદ્યાર્થીઓને ઝટકો કે કાનુની લપડાક' જેવા શબ્‍દો જાહેર જનતાને ગેરમાર્ગે દોરનાર છે જેથી આવા શબ્‍દો અસ્‍થાને હોય અમારે ધ્‍યાને લેવાતા થતા નથી. અસલી કાનુની લડત જ્‍યા સુધી વિરાણી ટ્રસ્‍ટ ખાનગી માલિકીથી મિલ્‍કત ખરીદી હોવાના રજીસ્‍ટર્ડ દસ્‍તાવેજો રજુ ન કરી શકે ત્‍યા સુધી વિદ્યાર્થીઓની કાનુની લડત ચાલુ રહેશે તેવો કાયદેઆઝમ ડો.પુરૂષોત્તમ પીપરીયાએ વિદ્યાર્થીઓ વતી દ્રઢ નિヘય કરેલ છે.

(1:52 pm IST)