Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

પત્‍નિ સાથે ઝઘડો થતા પતિએ ફિનાઇલ પી લીધું

રાજકોટ તા. ર૩: ચુનારાવાડ ચોકમાં રહેતા પ્રવિણભાઇ કિશોરભાઇ માનસુરીયા (ઉ.વ.૩પ) બપોરે પોતાના ઘરે હતા ત્‍યારે પત્‍ની ઇન્‍દુબેન સાથે ઝઘડો થતા લાગી આવતા પ્રવિણભાઇએ ફીનાઇલ પી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે. પ્રવિણભાઇ ચારભાઇ અને એક બહેનમાં મોટા છે તેને સંતાનમાં એક પુત્ર અને એક પ,ુત્રી છે. આ બનાવ અંગે થોરાળા પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:59 pm IST)