Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

બજરંગવાડીના સુલતાન જૂણેજા પર તેનીસ્ત્રી મિત્રની સાથે રહેતાં શખ્‍સનો બાલભવન પાસે છરીથી હુમલો

મિત્ર સાથે ચા-પાણી પીવા ગયો ત્‍યારે ‘તારે અહિ શું કામ છે?' કહી હુમલો : બીજા બનાવમાં કિસાનપરા ચોકમાં કૈલાસપાર્કના વિશ્વ પીઠડીયાને મારકુટ

રાજકોટ તા. ૨૩: બજરંગવાડીમાં રહેતાં યુવાનને રાતે તે બાલભવન પાસે તેના મિત્રને લઇ ચા પાણી પીવા ગયો ત્‍યારે તેણીનીસ્ત્રી મિત્રની સાથે રહેતાં શખ્‍સે તારે અહિ શું કામ છે? તેમ કહી છરીથી હુમલો કરી બે ઘા મારી દેતાં હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.

આ બનાવમાં પ્ર.નગર પોલીસે બજરંગવાડી મોમીન સોસાયટી-૩માં રહેતાં અને પ્રેસમાં નોકરી કરતાં સુલતાન ફિરોઝભાઇ જુણેજા (ઉ.૨૨)ની ફરિયાદ પરથી એક્‍સેસ ટુવ્‍હીલર નં. જીજે૦૩એમએ-૫૫૯૬ના ચાલક અને અજાણ્‍યા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

સુલતાન જુણેજાના કહેવા મુજબ મેં પ્રે લગ્ન કર્યા છે. મારા બાપુજી ગુજરી ગયા છે. માતા, ભાઇ અને બહેન સાથે રહુ છું. રાતે જમીને મારુ એક્‍ટીવા લઇને લીમડા ચોકમાં મિત્ર અબ્‍દુલ અફઝલભાઇ સીવાણી પાસે ગયો હતો. ત્‍યાં તેને મોબાઇલની દૂકાન છે. તેને મળ્‍યા બાદ હું અને અબ્‍દુલ મારા એક્‍ટીવામાં આટો મારવા નીકળ્‍યા હતાં. સદર બજાર થઇ બલાભવન પાસે ચા-પાણી પીવા બાલભવન ગેઇટથી આગળ લવ સ્‍ટ્રીટ પાસે વાહન ઉભુ રાખી બેઠો હતો ત્‍યારે બ્‍લુ રંગના એક્‍સેસ પર બે શખ્‍સ આવ્‍યા હતાં અને મને કહેલું કે તારે અહિ શું કામ છે? તેમ કહી ગાળ દેતાં તેને ગાળો દેવાની ના પાડતાં એક શખ્‍સે છરી કાઢી હુમલો કરતાં હાથમાં ઇજા થઇ હતી. તેમજ ગોઠણમાં પણ ઘા ઝીંકી દીધો હતો.

ત્‍યાં મારો મિત્ર વચ્‍ચે પડતાં આ બંને શખ્‍સ તેનુ એક્‍સેસ મુકી ભાગી ગયા હતાં. મિત્રએ મને હોસ્‍પિટલે ખસેડયો હતો. બાદમાં મને ખબર પડી હતી કે મારા પર હુમલો કરનાર શખ્‍સ મારીસ્ત્રી મિત્ર વિભુતી-રહે. બજરંગવાડી સાથે રહેતો તેનો મિત્ર હોવાની મને ખબર પડી હતી. હુમલો થયા બાદ વિભુતીને પણ મેં ત્‍યાં જોઇ હતી. પીએસઆઇ જે. જી. તેરૈયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.બીજા બનાવમાં યુનિવર્સિટી રોડ પર કૈલાસપાર્કમાં રહેતાં વિશ્વ પંકજભાઇ પીઠડીયા (ઉ.૨૧)ને રાતે સાડા અગિયારેક વાગ્‍યે કિસાન પરા નજીક જયેશ સમોસા સામે અજાણયા શખ્‍સે કડાથી અને ઢીકાપાટુનો માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં એ-ડિવીઝનમાં જાણ કરવામાં આવી હતી. 

(3:58 pm IST)