Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

ગરૂડ ગરબી ચોક પાસે રામનાથપરાના મકાનમાંથી દારૂની ૪૯ બોટલ કબ્‍જે

ડીસીપી ઝોન-૨ની એલ.સી.બી.નો દરોડો : દેવરાજ ગમારાની શોધ

રાજકોટ,તા. ૨૩ : રામનાથપરામાં એક મકાનમાં વિદેશી દારૂનો જથ્‍થો પડયો હોવાની બાતમી મળતા ડીસીપી ઝોન-૨ની એલ.સી.બી. ની ટીમે દરોડો પાડી મકાનમાંથી દારૂની ૪૯ બોટલ કબ્‍જે કરી હતી.

મળતી વિગત મુજબ રામનાથપરામાં એક મકાનમાં વિદેશી દારૂનો જથ્‍થો હોવાની ડીસીપી ઝોન-૨ની એલ.સી.બી.ના હેડ કોન્‍સ. વિરેન્‍દ્રસિંહ ઝાલાને બાતમી મળતા રામનાથપરા શેરી નં. ૬ માં રહેતો દેવા ગમારાના મકાનમાં દરોડો પાડી રૂા. ૨૨૯૦૦ની કિંમતની વિદેશી દારૂની ૪૯ બોટલ કબ્‍જે કરી હતી. જ્‍યારે દેવરાજ પરસોતમભાઇ ગમારાની શોધખોળ હાથ ધરી હતી. આ કામગીરી એલ.સી.બી.ના પીએસઆઇ આર.એલ.ઝાલા હેડ કોન્‍સ. હરપાલસિંહ જાડેજા, વિરેન્‍દ્રસિંહ ઝાલા, કોન્‍સ. મનીષભાઇ સોઢીયા, જેન્‍તીગીરી ગોસ્‍વામી, અમીનભાઇ ભલુર દ્વારા કરવામાં આવી હતી.

(4:05 pm IST)