Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

ક્ષત્રિય કરણીસેના પરિવાર દ્વારા મહારાણા પ્રતાપ જયંતિની ઉજવણીઃ મહાઆરતી-પુષ્‍પાંજલી-શૌર્યયાત્રા

રાજકોટઃ હિન્‍દવા સૂરજ સનાતન ધરમરક્ષક મહાયોદ્ધા ક્ષત્રિય કુળભુક્ષણ વીર શિરોમણી શ્રી મહારાણા પ્રતાપજીની ૪૮૩ મી જન્‍મ જયંતિ વિક્રમ સંવત તિથિ મુજબ ભવ્‍ય ઉજવણી શ્રી મહારાણા પ્રતાપજી ની પ્રતિમા સોરઠીયા વાડી ખાતે કરવામાં આવી હતી. જેમાં મહાઆરતી, પુષ્‍પાંજલી, શૌર્યયાત્રાનું આયોજન થય હતું.

શૌર્યયાત્રામાં સાફા-પાઘડી અને સફેદ ડ્રેસ કોડમાં શિસ્‍તબદ્ભ રીતે કેસરિયા યાત્રા યોજાઇ હતી. ડીજે સાઉન્‍ડ દ્વારા ધાર્મિક શૌર્યગીતો રાષ્‍ટ્રભકિત ગીતો વગાડવામાં આવ્‍યા હતા. શૌર્યયાત્રા પ્રસ્‍થાન શ્રી મહારાણા પ્રતાપ થી સોરઠીયા વાડી, કેવડાવાડી, કેનાલરોડ, જિલ્લા ગાર્ડન ચોક  રામનાથપરા મેઇન રોડ, ગરુડ ગરબી ચોક, ભૂપેન્‍દ્ર રોડ, સાંગણવા ચોક, ત્રિકોણ બાગ, લીમડા ચોક, અને પંચનાથ મહાદેવ ખાતે આરતી કરીને શૌર્યયાત્રા નું સમાપાન થયું હતું.

આ કાર્યક્રમમાં શ્રી રાજ શેખાવતજી, શ્રી વજુભાઇ વાળા, માવજીભાઇ ડોડિયા, ધીરુભા ડોડિયા, રમેશસિંહ ચાવડા (ઇગલ), ભાર્ગવસિંહ ઝનકાન્‍ત (પીઆઇ), જગમલસિંહ હેરમા, ચમનસિંહ સિંઘવ, બકુલસિંહસિંઘવ, રઘુવીરસિંહ રહેવર, દોલુભા ડાભી, મોહનસિંહ ડોડિયા, અજયસિંહ પરમાર, અનિરુદ્ધસિંહ ગોહિલ, જીતુભાલ સેલારા, કાનાજી ચૌહાણ ભગીરથભાઇ ખુમાણ, રણવીરસિંહ વાળા, કુલદીપસિંહ સિંઘવ, નિલદીપસિંહ ભાટ્ટી,  શ્રી બાગેશ્વર ધામ કમિટી ના યોગીનભાઇ છનિયાસ ભરતભાઇ દોશી, કાંતિભાઇ ઘેટિયા હાજર રહ્યા હતા. ક્ષત્રાણી મહિલા પાંખ ના નયનબા જાડેજા, મનીષાબા વાળા,ક્રિષ્‍નાબા જાડેજા, નયનાબા રાજપુત નીતાબા ગોહિલ, દિવ્‍યાબા ડોડિયા હાજર રહ્યા હતા.

શ્રી ક્ષત્રિય સમાજ શ્રી ક્ષત્રિય  કરણી સેના ના સભ્‍યો અને અણીયારા, ભૂપગઢ, પાંચીયાવદર, ખરેડા,વિ. કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો.

(4:27 pm IST)