Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

ગીતા વિદ્યાલય દ્વારા નિઃશુલ્‍ક છાશ વિતરણ

 જંકશન પ્‍લોટ ખાતે ગીતા વિદ્યાલય  ટ્રસ્‍ટ દ્વારા છેલ્લા ૫૧ વર્ષથી દર ઉનાળે શરૂ કરાતી વિનામુલ્‍યે છાશ વિતરણની સેવા આ વર્ષે પણ શરૂ કરાઇ છે. જરૂરીયાતમંદ પરિવારોને રેશનકાર્ડના આધારે સાંજે ૬ થી ૭ દરમિયાન છાશનું કાર્ડ કાઢી આપવામાં આવે છે. આ કાર્ડ ઉપર દરરોજ વિનામુલ્‍યે છાશ વિતરણ થાય છે. તસ્‍વીરમાં છાશ વિતરણ થતુ નજરે પડે છે.

(6:02 pm IST)