Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

લોકસભાની ચૂંટણીમાં વધુ લીડ માટે મહેનતમાં લાગી જજોઃ સી.આર.પાટીલ

પ્રદેશ ભાજપ કાર્યાલય ‘કમલમ' ગાંધીનગર ખાતે મળી રાજકોટ શહેર ભાજપની કારોબારી બેઠક : આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન

રાજકોટ : પ્રદેશ ભાજપ કમલમ' કાર્યાલય, ગાંધીનગર ખાતે પ્રદેશ અઘ્‍યક્ષ સી.આર. પાટીલની અઘ્‍યક્ષતામાં રાજકોટ શહેર ભાજપની કારોબારી યોજાઇ હતી. પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદિપસિહ વાઘેલા, વિનોદભાઈ ચાવડા, ઉપપ્રમુખ ભરતભાઈ બોઘરા, મંત્રી બીનાબેન આચાર્ય,તેમજ કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્‍ય ઉદય કાનગડ, ડો. દર્શીતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, મેયર ડો. પ્રદિપ ડવ,  પ્રકાશભાઈ સોની, મહેશભાઈ મોદી, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્‍દ્રસિહ ઠાકુર સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહયા હતા. આ કારોબારી બેઠકનો પ્રદેશ અઘ્‍યક્ષ સી.આર. પાટીલ, પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદિપસિહ વાઘેલા, વિનોદભાઈ ચાવડા, પ્રદેશ ઉપાઘ્‍યક્ષ ભરતભાઈ બોઘરા તેમજ પ્રકાશભાઈ સોની, કમલેશ મિરાણી, મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, બીનાબેન આચાર્ય, ભાનુબેન બાબરીયા, ઉદય કાનગડ, ડો. દર્શીતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા,ડો. પ્રદિપ ડવ સહિતના અગ્રણીઓના હસ્‍તે દીપ  પ્રાગટય કરી પ્રારંભ કરવામાં આવેલ હતો. આ તકે કાર્યક્રમનું સંચાલન પ્રદિપસિહ વાઘેલાએ કરેલ. વિનોદભાઈ ચાવડાએ સ્‍વાગત પ્રવચન કરેલ હતું. અને અંતમાં આભારવિધિ ભરતભાઈ બોઘરાએ કરેલ.   આ તકે પ્રદેશ ભાજપ અઘ્‍યક્ષ સી.આર. પાટીલએ કાર્યકર્તાઓને આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાઈ રહેલ હોય તે અંતર્ગત યોજાનાર અનેકવિધ કાર્યક્રમો અંગેનો રોડમેપ વિશે વિસ્‍તૃત  માર્ગદર્શન આપતા જણાવેલ કે દેશના યશસ્‍વી પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વવાળી કેન્‍દ્ર સરકારની અનેકવિધ લોકકલ્‍યાણકારી યોજનાઓનો લાભ દેશવાસીઓને મળી રહયો છે ત્‍યારે આગામી લોકસભાની ચૂંટણીમાં પાર્ટીનો પ્રત્‍યેક કાર્યકર્તા આ તમામ યોજનાઓનો લાભ ઘર-ઘર સુધી પહોંચે તે માટે કટીબઘ્‍ધ બને. તેમજ આગામી દિવસોમાં પાર્ટી  દ્વારા વિશેષ સંપર્ક અભિયાન યોજાઈ રહયું છે ત્‍યારે  વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીની સરકાર ગરીબ, શોષિત અને વંચિતોના કલ્‍યાણ માટે સમર્પિત છે. જયારે દેશનું ગૌરવ વિશ્‍વ કક્ષાએ સતત આગળ વધી રહયું છે, તે સમયે ભારતના સાંસ્‍કૃતિક વારસાને પ્રાથમિકતાના આધારે પ્રસ્‍થાપિત થતો આપણે સૌ જોઈ રહયા છીએ. આધારભૂત માળખાને મજબૂત કરીને નવા ભારતના સ્‍વપ્‍નને સાકાર કરી રહયા છે. આ અભિયાન અંતર્ગત આખા દેશમાં વ્‍યાપક જનસંપર્ક, લાભાર્થી સંપર્ક, સમાજના વિવિધ વર્ગો સાથે સંપર્ક, વરિષ્ઠ કાર્યકર્તા સંપર્ક, વગેરે જેવા લોકસભા, વિધાનસભા અને બૂથ સ્‍તરના કાર્યક્રમો આયોજીત કરવામાં આવશે, જેના માઘ્‍યમથી મોદી સરકાર'ની નીતિઓ અને ઉપલબ્‍ધિઓને જનતા સુધી પહોંચાડવામાં આવશે.વિશેષ સંપર્ક અભિયાન અંતર્ગત રાજયમાં પાર્ટી દ્વારા તમામ મહાનગર-જીલ્લામાં પ્રારંભ રેલી, સંપર્ક થી સમર્થન, વિકાસ તીર્થ, લાભાર્થી સંમેલન, વેપારી સંમેલન, પ્રબુઘ્‍ધ નાગરિક સંમેલન, વિધાનસભા સ્‍તરે તમામ મોરચા સંમેલન, યોગ દિવસ કાર્યક્રમ, શકિતકેન્‍દ્રોમાં નરેન્‍દ્રભાઈ મોદીનુ વીડીયો કોન્‍ફરન્‍સ દ્વારા પ્રવચન, વરીષ્ઠ કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ, ઘર-ઘર સંપર્ક, લોકસભા વિસ્‍તારમાં વિશાળ જનસભા , પ્રેસ કોન્‍ફરન્‍સ, સોશીયલ મીડીયા પ્રભાવક મીટ જેવા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત માહિતી-માર્ગદર્શન પુરૂ પાડેલ. આ તકે પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદિપસિહ વાઘેલાએ પ્રાશંગિક ઉદબોધન કરેલ. આ તકે આ કારોબારી બેઠકમાં શહેર ભાજપ કોષાઘ્‍યક્ષ અનીલભાઈ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી સહિતનાએ જરૂરી વ્‍યવસ્‍થા સંભાળેલ હતી.

(4:37 pm IST)